દિલ્હીઃ દેશભરમાં ચીનની વસ્તુઓના બહિષ્કારની ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે દેશના જાણીતી ઉદ્યોગપતિ અનિલ અંબાણીને પત્ર લખીને ચાઈનીઝ વસ્તુનો બહિષ્કાર કરવાની અપીલ કરાઈ છે. દેશના તમામ મોટા ઉદ્યોગપતિઓને આ 10 જૂને સંદર્ભે પત્ર લખવામાં આવ્યો હતો.
દેશના સૌથી મોટા વ્યાપારિક સંગઠનોમાંના એક CAITએ ચાઈનીઝ વસ્તુના બહિષ્કારની ઝૂંબેશ ચલાવી છે. જે હેઠળ તેમણે દેશના મોટા ઉદ્યોગતિઓને પત્ર લખ્યો હતો. જેમાં અનિલ અંબાણીનુ નામ પણ સામેલ છે.
CAITએ ચાઈનીઝ વસ્તુના બહિષ્કારની ઝુંબેશ હેઠળ મુકેશ અંબાણીને લખ્યો પત્ર પત્રમાં દેશના તમામ ઉદ્યોગપતિઓને ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ કરાઈ છે. તેમજ દેશને આર્થિક રીતે મજબૂત કરવામાં મદદરૂપ થવા જણાવ્યું છે.
નોંધનીય છે કે, રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેવાલે પહેલા જ જણાવ્યું હતું કે, આ વર્ષે દેશ સંપૂર્ણ રીતે સ્વદેશી દિવાળીની ઉજવણી કરશે. જેમાં ભારતમાં બનાવેલી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવશે.
આમ, ભારતીય ઉદ્યોગ સાહસિકોએ એકજૂથ થઈને ચીને કરેલા ભારત સાથેના ષડયંત્રનો જવાબ આપ્યો છે. જેની માટે દેશના લોકોને પણ આ ઝૂંબેશમાં જોડાવવા માટે આપીલ કરાઈ છે.