ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, પોસ્કો એક્ટમાં હવે મોતની સજા થશે - gujarati news

ન્યૂઝ ડેસ્કઃ બાળકો સાથે થતાં જાતીય શોષણના બનાવને અટકાવવાની દિશામાં કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. બાળકોનું યૌન ઉત્પીડન કરનારને મોતની સજા આપવા કેન્દ્ર સરકારે પોસ્કો એક્ટમાં સુધારો લાવવા મંજૂરી આપી દીધી છે.

બાળકોનું જાતીય શોષણ કરનારને મોતની સજા, પોસ્કોમાં સુધારાને કેન્દ્રની મંજૂરી

By

Published : Jul 11, 2019, 9:36 AM IST

વિકૃત માનસિકતાનો શિકાર સૌથી વધુ બાળકો બને છે. આ પ્રકારના ગુના અટકાવવા માટે ચિલ્ડ્રન ફોર્મ સેક્સુઅલ ઓફેન્સેસ એક્ટ 2012 અમલમાં મુકાયો હતો. છતાં આ કાયદો આ પ્રકારના ગુના અટકાવવામાં પર્યાપ્ત નથી. બાળકો સાથે અત્યાચારના ગુના સતત વધી રહ્યા છે. જેથી આ કાયદાને વધારે કડક બનાવવાની જરુર ઉભી થઈ હતી. જેથી આ કાયદામાં સંશોધન કરી યૌન ઉત્પીડનના ગુનાઓમાં આરોપીઓને વધી કડક સજા આપવાનો નિર્ણય લેવાયો છે.

આ મામલે સરકાર દ્વારા કહેવાયુ છે કે, બાળકોની સુરક્ષા માટે અને તેમની સામેેના ગુનાઓ અટકાવા માટે સખત પગલા ઉઠાવાશે. કેન્દ્રીય પ્રધાનમંડળ દ્વારા પોસ્કો અંતર્ગત આરોપીને મોતની સજા આપવાનો નિર્ણય લેવાયો છે. આ સંશોધન બિલને સંસદમાં રજૂ કરાશે.

ABOUT THE AUTHOR

...view details