કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં શેરડીની ખેતી કરતા ખેડૂતો માટે પણ સરકારે મોટો નિર્ણય લીધો છે. મોદી સરકારે શેરડીના ખેડૂતો માટે ખાંડની 60 લાખ ટન નિકાસ કરવા માટે 6,268 કરોડની સબસિડી આપવાની જાહેરાત કરી છે. 24 હજાર કરોડના ખર્ચથી આ 75 નવી મેડિકલ કોલેજ ખોલવામાં આવશે. જેમાં MBBSની 45,000 નવી સીટો બનીને તૈયાર થશે. આ મેડિકલ કોલેજ એવા જિલ્લામાં ખોલવામાં આવશે જ્યાં મેડિકલ કોલેજ નથી. આ કોલેજ 2021-22 સુધી સ્થાપિત થશે.
75 નવી મેડિકલ કોલેજોને સરકારે આપી મંજૂરી - ખાંડ
નવી દિલ્હી: કેન્દ્રીયપ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે, સરકારે 75 નવા મેડિકલ કોલેજોને મંજૂરી આપી દીધી છે. જાવડેકરે કહ્યું કે, 2021-2022માં તેનું કામ કરવામાં આવશે. મેડિકલમાં શિક્ષણ માટે 15,700 અને બેઠકનું જોગવાઈ કરવામાં આવશે. મોદી સરકારે શેરડીના ખેડૂતો માટે 60 લાખ ટન ખાંડની નિકાસ કરવા માટે 6,268 કરોડની સબસિડી આપવાની જાહેરાત કરી છે.
બીજો મહત્વપૂર્ણ નિર્ણય શેરડીના ખેડૂતો માટે લેવામાં આવ્યો છે. શેરડીના ખેડૂતોને 60 લાખ મેટ્રિક ટન ખાંડ નિકાસ કરવા માટે એક્સપોર્ટ સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે. દેશમાં 162 લાખ ખાંડનો સ્ટોક, જેમાં 40 લાખ ટન બફર સ્ટોક છે. બાકી 60 લાખ ટન ખાંડ નિકાસ કરવામાં આવશે. કેબિનેટે 60 લાખ ટન ખાંડની નિકાસ કરવા માટે 6,268 કરોડની સબસિડી આપવાની જાહેરાત કરી છે.
કેન્દ્રીય પ્રધાન પીયુષ ગોયલે વિદેશી રોકાણ પર લીધેલા નિર્ણયો વિશે જાણકારી આપતા કહ્યું હતું કે, FDIને પ્રોત્સાહન આપવા માટે ઘણા નિર્ણય કરાયા છે. કોલ માઇનિંગ અને કોલસા સાથે જોડાયેલ તમામ કામો માટે 100 ટકા FDIને મંજૂરી આપવામાં આવી છે. કોન્ટ્રેક્ટ મેન્યુફેક્ચરિંગમાં પણ 100 ટકા FDIની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય ડિજિટલ મીડિયામાં 26 ટકા FDIની મંજૂરી આપવામાં આવી છે.