ગુજરાત સહિત 18 રાજ્યોની 51 વિધાનસભા બેઠકો પર ચાલી રહ્યું છે મતદાન - 18 રાજ્યોની 51 વિધાનસભા બેઠકો પર પણ પેટા ચૂંટણી માટે પણ મતદાન શરૂ
ન્યૂઝ ડેસ્ક : મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થઇ ગયું છે.આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ગુજરાત સહિત 18 રાજ્યોની 51 વિધાનસભા બેઠકો પર પણ પેટા ચૂંટણી માટે પણ મતદાન શરૂ થઈ ગયું છે. જેમાં કર્ણાટકમાં, ઉત્તર પ્રદેશ, બિહાર અને કેરળ, પંજાબ, આસામ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, તમિળનાડુ, છત્તીસગઢ, અરૂણાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, મેઘાલ., ઓરિસ્સા અને તેલંગણાની બેઠક સામેલ છે. મહારાષ્ટ્રમાં એક લોકસભા બેઠક પર પણ પેટા ચૂંટણી છે.હારાષ્ટ્રની 288 અને હરિયાણાની 90 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. આ બંને રાજ્યોના પરિણામો 24 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.
ગુજરાત સહિત 18 રાજ્યોની 51 વિધાનસભા બેઠકો પર પણ પેટા ચૂંટણી માટે પણ મતદાન શરૂ
આ રાજ્યોમાં અત્યાર સુધી 19.45 ટકા મતદાન થયું છે, તો 18 રાજ્યોની 51 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી માટે મતદાન ચાલુ છે. મળતી માહીતી મુજબ 51 બેઠકો પર અત્યાર સુધી 19.45 ટકા મતદાન થયું છે. અરૂણાચલ પ્રદેશમાં 24 ટકા, આસામમાં 31.19 ટકા,બિહારમાં 16.94 ટકા,ગુજરાતમાં 20 ટકા, હિમાચલમાં 7.86 ટકા,કેરલમાં 15.58,મધ્યપ્રદેશમાં 24.76,મેધાલયમાં 22.72,ઓડિશા 25.70,પંજાબમાં 23.58,રાજસ્થાનમાં 22.57, સિક્કિમમાં 27.23 ટકા તો તમિલનાડુમાં 24.98 ટકા મતદાન નોંધાયુ છે.