મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના રૌંસરા ગામમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં જર્મન શેફર્ડ જાતિના જીમી નામના એનીમિક કુતરાના જીવનની રક્ષા કરવા માટે તેની જ જાતિના લિયો નામના કુતરા પાસેથી રક્તદાન કરાવવામાં આવ્યું હતું. આ રક્તદાન બે પશુ ચિકિત્સકની દેખરેખ કરવામાં આવ્યું હતું.
રક્તદાન એ મહાદાન: એક કુતરાએ બીજા કુતરાની જીંદગી બચાવવા રક્તદાન કર્યું હોય તેવો કિસ્સો... - blood donation
નરસિંહપુર(મધ્યપ્રદેશ): રક્તદાન કરીને એક માણસે બીજા માણસનો જીવ બચાવ્યો હોવાના ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે, પણ કોઈ કુતરાએ રક્તદાન કરીને બીજા કુતરાનો જીવ બચાવ્યો હોય એવો કિસ્સો કદાચ પહેલીવાર જોયો કે સાંભળ્યો હશે.
રૌંસરા નિવાસી વંદના જાટવના 6 વર્ષીય જર્મન શેફર્ડ જાતિનો કુતરો છેલ્લા એક મહિનાથી બીમાર હતો. તે ખૂબ કમજોર થઈ ગયો હતો, તેની સારવાર કરતાં પશુ ચિકિત્સકોએ તેને જરૂરી દવાઓ આપીને લોહી ચડાવવાની સલાહ આપી હતી. જો કે, રક્તદાન માટે એ જરૂરી હતું કે, જર્મન શેફર્ડ જાતિના શ્વાનના રક્તથી જ તેને રક્ત આપવામાં આવે.
આ અંગે કોસમખેડા નિવાસી મહેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે, તેઓ પોતાના ઘરે ઘણી જાતિના કુતરા પાળે છે. એટલે જ્યારે જર્મન શેફર્ડ જાતિના કુતરાના લોહીની જરૂર હોવાની જાણ થઈ તો તેઓ તરત જ લોહી અપાવવા માટે સહમત થઈ ગયા, અને તેમના ઘરમાં જ બે ખાનગી પશુ ચિકિત્સકની હાજરીમાં રક્તદાન કરાવવામાં આવ્યું હતું.