GSTની વાત કરીએ તો 2018-19ના નાણાકીય વર્ષમાં ચોથી વખત જી.એસ.ટીની આવક એક લાખ કરોડને પાર થઈ છે. તે પહેલા જાન્યુઆરી 2019 અને ઓક્ટોબર 2018માં જી.એસ.ટીની આવક એક લાખ કરોડ કરતાં વધુ થઈ હતી. નાણાકીય વર્ષ 2018-19 માટે સરેરાશ માસિક GST રીટર્ન 98,114 કરોડ રહ્યું છે. જે નાણાકીય વર્ષ 2017-19થી 9 ટકા વધારે છે. મંત્રાલય દ્વારા જણાવાયું છે કે, આ આંકડા બતાવે છે કે GSTદરમાં ઘટાડો કર્યા પછી પણ હાલના મહિનામાં જી.એસ.ટી.ની આવક વધી છે.
માર્ચ 2019માં GSTની રેકોર્ડબ્રેક આવક, GST રહ્યુ સફળ - વ્યાપાર સમાચાર
નવી દિલ્હીઃ આર્થિક રીતે દેશમાં જે મોટો ફેરફાર થયો એ GST છે. જો નાણાકીય વર્ષની શરૂઆતમાં જ આપણે GSTની વાત કરીએ તો માર્ચ 2019માં ગુડ્ઝ એન્ડ સર્વિસીઝ ટેક્સ(GST) કલેક્શન રેકોર્ડ 1.06 લાખ કરોડ રૂપિયાનું થયું છે. જી.એસ.ટી લાગુ થયા પછી કોઈ એક મહિનાનું આ સૌથી વધુ કલેક્શન થયું છે. જે અંગે ખુદ નાણા મંત્રાલયે ટ્વીટ કરીને આ માહિતી આપી છે.
પ્રતિકાત્મક ફોટો
માર્ચ 2019માં જી.એસ.ટી.ની આવકનો આંકડો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. માર્ચ 2018માં 92,167 કરોડ રૂપિયાની આવક થઈ હતી. મહત્વનું છે કે ગત વર્ષની સરખામણીમાં 15.6 ટકા GSTની આવકમાં વધારો થયો છે. અંતિમ ત્રિમાસિક ધોરણે ગતવર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 14.3 ટકાનો વધારો દર્શાવે છે.
Last Updated : Apr 1, 2019, 6:58 PM IST