ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નેપાળના સિંધુપાલ ચોકમાં બસને નળ્યો અકસ્માત,10 લોકોના મોત - નેપાળના સિંધુપાલ ચોક

કાઠમંડુ: નેપાળના સીમાવર્તી જિલ્લામાં સિંધુપાલ ચોકમાં રવિવારના રોજ બસ અકસ્માતમાં 10 લોકોના મોત નિપજ્યા હતા.આ બસમાં લગભગ 34 લોકો સવાર હતા.અકસ્માતની ઘટનાઓમાં રોજે રોજ અનેક લોકોના મોતનો આંકડો દિવસેને દિવસે વધતો જ જાય છે. નેપાળમાં એક મોટી બસ દુર્ઘટના સામે આવી છે, જેમાં 10 મુસાફરોના સ્થળ પર જ મોત થયા છે.

નેપાળના સિંધુપાલ ચોકમાં બસને નળ્યો અકસ્માત,10 લોકોના મોત

By

Published : Nov 4, 2019, 12:52 AM IST

અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર, કાઠમંડુ જઈ રહેલી બસ રસ્તામાં જ એક નદીમાં પડી ગઈ. આ દુર્ઘટનાનો શિકાર થયેલી બસમાં લગભગ 34 જેટલા મુસાફરો સવાર હતા, જેમાંથી 10 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા છે. જ્યારે અન્ય કેટલાક લોકો હજુ લાપતા છે.

ઘટનાની જાણ થતા તંત્ર દ્વારા રાહત બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ બસ દોખાલાથી કાઠમંડુ જઈ રહી હતી, તે સમયે સુનકોસી નદી પાસેથી પસાર થતા સમયે ડ્રાઈવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા બસ નદીમાં ખાબકી છે.આઠ લોકોની બોડી મળી છે, જ્યારે કેટલાક ઈજાગ્રસ્ત પણ થયા છે. હાલમાં રાહત અને બચાવની ટીમ લાપતા લોકોની શોધ કરી રહી છે.નેપાળના મોટાભાગના રાજમાર્ગો પહાડો પર વળાંકવાળા રસ્તાઓ સાથેના છે, જેના કારણે અહીં હંમેશા બસ દુર્ઘટનાઓ થતી રહે છે.

ABOUT THE AUTHOR

...view details