ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: એલ એન્ડ ટી સૌથી ઓછી બોલી લગાવનાર કંપની - ફાયનાન્શિયલ બીડ

મુંબઇ-અમદાવાદ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ 237 કિલોમીટરના હાઇ સ્પીડ રેલ કોરિડોરની ડિઝાઇન અને નિર્માણ માટે ફાયનાન્શિયલ બીડ ઓપન કરવામાં આવી છે. . મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર 24,985 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ

By

Published : Oct 20, 2020, 8:46 AM IST

Updated : Oct 20, 2020, 1:17 PM IST

નવી દિલ્હી: લાર્સન એન્ડ ટુબ્રો (એલ એન્ડ ટી) મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સૌથી નીચી બોલી લગાવનાર તરીકે સામે આવી છે. આર્થિક હરાજી 19 ઓક્ટોબરના રોજ ખોલવામાં આવી હતી, જેમાં સાત મોટી કંપનીઓ સામેલ હતી, જેમાં ત્રણ કંપનીઓએ પોતાની બોલી લગાવી હતી.

અમદાવાદથી મુંબઇ સુધીના 508 કિલોમીટર બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 237 કિલોમીટર લાંબા બ્રિજની ડિઝાઇન અને બાંધકામ માટેના ટેન્ડરમાં એલ એન્ડ ટી સૌથી ઓછી બોલી લગાવનાર કંપની છે. NHSRCL એ સોમવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રોજેક્ટના 237 કિલોમીટર લાંબા રેલવે બ્રિજની ડિઝાઇન અને બાંધકામ માટે ટેન્ડર શરૂ કરાયા હતા.એલ એન્ટ ટી તેમાં સૌથી ઓછી બોલી લગાવનાર કંપની તરીકે સામે આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ કરાર 24,985 કરોડ રૂપિયાનો છે. એલ એન્ડ ટી સૌથી મોટા સિવિલ કરાર મેળવવા તરફ આગળ વધી રહ્યું છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બનાવવામાં આવી રહી છે. તે 508 કિલોમીટર લાંબી રેલ્વે પ્રોજેક્ટ છે જેનો વિકાસ જાપાનના સહયોગથી થઈ રહ્યો છે.

લેટર ઓફ એવોર્ડ

ETV ભારત સાથે વાત કરતા NHSRCL (નેશનલ હાઇ સ્પીડ રેલ નિગમ) લિમિટેડના પ્રવક્તા સુષમા ગૌરે જણાવ્યું હતું કે બોલી પ્રક્રિયા પછી, બધા જરૂરી દસ્તાવેજોનું મૂલ્યાંકન કરવામાં આવશે, જે પછી પ્રોજેક્ટ માટે એક લેટર ઓફ એવોર્ડ જારી કરવામાં આવશે.

આ કંપનીઓએ લગાવી બોલી

  • આફકન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ
  • ઇરકોન ઇન્ટરનેશનલ લિમિટેડ
  • જેએમસી પ્રોજેક્ટ્સ ઇન્ડિયા લિમિટેડ
  • કન્સોર્ટિયમ અને એનસીસી લિમિટેડ
  • ટાટા પ્રોજેક્ટ લિમિટેડ
  • જે કુમાર ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડ
  • એચએસઆર કન્સોર્ટિયમ

ટેન્ડરમાં વાપી અને વડોદરા (ગુજરાત) વચ્ચેના 508 કિ.મી. સ્ટેશનોમાંથી 47 ટકા આવરી લેવામાં આવ્યા છે. આમાં વાપી, બીલીમોરા, સુરત અને ભરૂચ અને સુરત ડેપોના ચાર સ્ટેશનનો સમાવેશ કરવામાં આવશે.

Last Updated : Oct 20, 2020, 1:17 PM IST

ABOUT THE AUTHOR

...view details