મુંબઈઃ મહારાષ્ટ્રના મુંબઇના કાંદિવલી (પશ્ચિમ) લાલજીપાડા વિસ્તારમાં આજે (10 મે) સવારે 6:30 વાગ્યાની આસપાસ એક ચોલ ધસી પડી હતી.
મુંબઇના કાંદિવલીમાં ચોલ ધસી પડતાં 14 લોકો કાટમાળમાં દબાયા, 2 ઈજાગ્રસ્ત - building collapsed in kandivali two injured
મહારાષ્ટ્રના મુંબઇના કાંદિવલી (પશ્ચિમ) લાલજીપાડા વિસ્તારમાં આજે (10 મે) સવારે 6:30 વાગ્યાની આસપાસ એક ચોલ ધસી પડી. જેમાં 14 લોકો દબાઈ ગયા હતા. તે તમામને હાલ બહાર કાઢી લેવામાં આવ્યા હતાં.
મુંબઇના કાંદિવલીમાં ચોલ ધસી પડતાં 14 લોકો કાટમાળમાં દબાયા,
મળતી માહિતી મુજબ, ચોલ તૂટી પડતાં 14 લોકો કાટમાળમાં દબાઈ ગયા હતા. જો કે કાટમાળમાં ફસાયેલા તમામ 14 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, હાલ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ છે.
આ દુર્ઘટનામાં 2 લોકો ઘાયલ થયાના સમાચાર છે. પોલીસ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) અને ફાયર બ્રિગેડ સ્થળ પર બચાવ બચાવ કામગીરીમાં લાગી છે.