ગુજરાત

gujarat

ETV Bharat / bharat

17મી જૂનથી શરૂ થશે બજેટ સત્ર, 5 જુલાઇએ નાણાપ્રધાન રજૂ કરશે બજેટ - cabinate

ન્યુઝ ડેસ્કઃ મોદી સરકારની આજે પ્રથમ કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા હતા. સાથે જ બજેટ સત્રની તારીખો પણ જાહેર કરી દેવાઈ છે. 19મી જુને લોકસભાના સ્પીકરના ચૂંટણીઓ યોજાશે. જ્યારે જુલાઈ માસમાં બજેટ સત્રનું આયોજન કરવામાં આવશે. તો હવે જોવાનું એ રહ્યું કે, બજેટ સત્રમાં મોદી સરકાર શું નિર્ણયો લે છે. તેની હવે રાહ જોવાઈ રહી છે.

જુલાઈમાં યોજાશે બજેટ સત્ર, તારીખો જાહેર

By

Published : May 31, 2019, 9:13 PM IST

Updated : Jun 1, 2019, 12:32 AM IST

મોદી સરકારના બીજા કાર્યકાળની શરૂઆત થઈ ગઈ છે. આજે પહેલી કેબિનેટની મીટિંગમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા હતા. કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, PM કિસાન યોજનામાં તમામ પ્રકારના ખેડુતોનો સમાવેશ કરવામાં આવશે. વર્ષ દરમિયાન ખેડુતોને 6000 સન્માન નિધિ મળશે.

આ ઉપરાંત બજેટ સત્રની તારીખો પણ જાહેર કરવામાં આવ્યા છે. 19મી જુને સ્પીકરની ચૂંટણી કર્યા પછી જુલાઈની 17 થી 26 તારીખ સુધીમાં બજેટ સત્ર બોલવવામાં આવશે. મોદી સરકાર આ બજેટ સત્રમાં દેશની જનતાને શું શું ભેટમાં આપશે તેની પર પ્રજાની મીટ મંડાઈ છે.

બજેટ સત્ર પહેલા જ પ્રાઈમ મિનિસ્ટર્સ સ્કોલરશિપ સ્કીમમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. જેમાં છોકરાઓ માટે 2000ના બદલે 2500 તેમજ છોકરીઓને 2250ના બદલે 3000ની શિષ્યવૃતિ આપવામાં આવશે. આ ઉપરાંત યોજનાનો વિસ્તાર વધારી આતંકવાદી અને નકસલી હુમલાઓમાં શહીદ થયતેલા પોલીસ અધિકારીના બાળકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

  • કેબિનેટ દ્વારા સામાન્ય ચૂંટણી, 2019 પછી સંસદની સમજૂતીથી મંજૂરી આપવામાં આવી છે
  • 17 મી જુન-26 મી જુલાઈ દરમિયાન લોકસભા સત્ર
  • 20 મી જુન -26 મી જુલાઈ દરમિયાન રાજ્યસભા
  • 4 જુલાઇના રોજ આર્થિક સર્વે રજૂ થશે
  • 5 મી જુલાઈના રોજ બજેટ રજૂ કરાશે

તેમજ રાજ્ય પોલીસના 500 અધિકારી આ યોજનાનો લાભ લઈ શકશે. ત્યારે બજેટ પહેલા જ આ જાહેરાત કરી મોદી સરકારે તેની બીજી ઈનિંગની ધમાકેદાર શરુઆત કરી છે. આ સાથે કેટલાક નવા પ્રધાનોને નવા ખાતા સોંપાયા છે. ત્યારે આવનારુ બજેટ કેટલું અસરકારક હશે તે જોવુ રહ્યું.

Last Updated : Jun 1, 2019, 12:32 AM IST

ABOUT THE AUTHOR

...view details