- રેલવેને રેકૉર્ડ રૂપિયા 1,10,055 ફાળવાયા
- 1,07,100 કરોડ મૂડી ખર્ચ માટે
- ડિસેમ્બર 2023 સુધીમાં રેલવે લાઇનનું 100 ટકા વીજળીકરણ
નવી દિલ્હીઃ નાણા પ્રધાને સોમવારે વર્ષ 2021-22નું બજેટ રજૂ કરતી વખતે કહ્યું કે, બ્રોડગેજ રેલવે લાઇનનું 100 ટકા વીજળીકરણ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે.
જાહેર પરિવહન માટે રૂપિયા 18,000 કરોડની યોજનાની જાહેરાત
નાણાં પ્રધાને કહ્યું કે, રેલવે માલ ગાડીઓ માટે અલગથી બનાવેલા વિશેષ કોરિડોરને માર્કેટમાં લાવશે.આ સિવાય નાણા પ્રધાને શહેરી વિસ્તારોમાં જાહેર પરિવહન માટે રૂપિયા 18,000 કરોડની યોજનાની પણ જાહેરાત કરી હતી.
વર્ષ 2023 સુધીમાં બ્રોડગેજ રેલવે ટ્રેકનું 100 ટકા વીજળીકરણ
શહેરી વિસ્તારોમાં જાહેર પરિવહનને મજબૂત બનાવવાના સંદર્ભમાં નાણાં પ્રધાન નિર્મલા સીતામરણે લોકસભામાં કહ્યું કે, ડિસેમ્બર 2023 સુધીમાં બ્રોડગેજ રેલવે ટ્રેકનું 100 ટકા વીજળીકરણ થઈ જશે. તેમણે કહ્યું કે, રેલવે માટે રૂપિયા 1,10,055 કરોડ આપવામાં આવશે, જેમાંથી રૂપિયા 1,07,100 કરોડ 2021-22માં મૂડી ખર્ચ માટે રાખવામાં આવશે.