નવી દિલ્હી: ભારત સરકારના ટેલિકમ્યુનિકેશન્સ વિભાગે નિર્ણય લીધો છે કે, BSNLના 4G ઉપકરણોને અપગ્રેડ કરવા માટે ચીની સામાનનો ઉપયોગ કરવામાં નહીં આવે. 4G સિસ્ટમમાં અપગ્રેડ એ BSNLના પુનર્વસન પેકેજનો ભાગ છે. વિભાગે BSNLને આ અંગે ફરીથી તેના ટેન્ડર પર કામ કરવા જણાવ્યું છે. આ સિવાય તેમણે કહ્યું હતું કે, ખાનગી મોબાઇલ સર્વિસ ઓપરેટરોને પણ સંદેશા આપવા પર વિચાર કરવવામાં આવી રહ્યું છે. ચીની કંપનીઓ દ્વારા નેટવર્ક સુરક્ષા હંમેશાં ચિંતાઓ ઉભી કરે છે.ટેલીકોમ કંપની બાદ હવે ભારતીય રેલવેએ પણ તમામ ટેન્ડર ચીન સાથે રદ્દ કરી દીધા છે.
દેશના જુદા-જુદા ભાગોથી ચીન સામે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. લોકોએ અનેક સ્થળોએ વિરોધ પણ કર્યો હતો. તેમની માગ છે કે ચીની કંપનીઓને આપવામાં આવેલા કરાર રદ્દ કરવામાં આવે. દિલ્હી મેરઠ માટે રીજનલ રૈપિડ ટ્રાંજિટ સિસિટમનો કોન્ટ્રાક્ટ એક ચીની કંપનીને આપવામાં આવ્યો છે. જેને રદ્દ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.