ચંદીગઢઃ BSFએ 5 પંજાબ બોર્ડર પર મોટી કાર્યવાહી કરી છે. જેમાં પાકિસ્તાનથી ઘૂસણખોરી કરી રહેલા 5 ઘૂસણખોરોને ઠાર કર્યા છે.
મળતી માહિતી પ્રમાણે, પંજાબના તરણ-તારણથી ભારતમાં ઘૂસવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. જે BSFની સફળ કાર્યવાહીથી ઘૂસવાનો પ્રયત્ન નિષ્ફળ કરવામાં આવ્યો છે.
પંજાબના તરણ-તારણથી ઘૂસણખોરીનો પ્રયત્ન કરતાં 5 પાકિસ્તાનીને BSFએ ઠાર કરી દીધાં છે. સેનાને શંકાસ્પદ પ્રવૃતિથી થતી દેખાતા જવાનોએ ઘૂસણખોરોને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ઘૂસણખોરોએ ફાયરિંગ કરતાં જવાનોએ જવાબી ફાયરિંગ કર્યું હતું. આ ફઆયરિંગની કાર્યવાહીમાં ઘૂસણખોરો ઠાર મરાયા હતાં.
મળતા અહેવાલ મુજબ, આ ઘૂસણખોરો આતંકી યા તો ડ્રગ તસ્કરો હોવાની આશંકા છે. સમગ્ર ઘટના આજે વહેલી સવારે ઘટના પાંચ વાગ્યાની આસપાસ બની હતી. જો કે, હાલ સમગ્ર વિસ્તારને ઘેરી લઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.