:2001માં ગોલ્ડમેન સેશ એસેટ્સ મેનેજમેન્ટ ગ્રુપના તે વખતના ચેરમેન, જિમ ઓનિલે બ્રાઝિલ, રશિયા, ભારત (ઈન્ડિયા) તથા પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઈનાને સમાવી લેતો એક શબ્દ ‘બ્રિક’ (BRIC) બનાવ્યો હતો, જે વિશ્વના ચાર ઝડપથી ઉભરી રહેલા અર્થતંત્રોની ઓળખ માટેનો પર્યાય હતો. ઓનિલનો વર્તારો એવો હતો કે, આ દેશો 2050 સુધીમાં વિશ્ચના ટોચના પાંચ અર્થતંત્રોમાંથી ચાર બની રહેશે અને તેમાં પણ ચીન અને ભારત પ્રથમ બે સ્થાને હશે. આ આગાહી તે વખતે આ દેશોમાં થતા રહેલા ખડતલ આર્થિક વિકાસના આધારે કરાઈ હતી. એ ચારેય દેશોએ પોતાની સાતત્યપૂર્ણ રાજકોષિય વૃદ્ધિથી પ્રોત્સાહિત થઈને પોતાના ગ્રુપને એક વિધિસરનું સ્વરૂપ આપવાનું નક્કી કર્યું હતું અને એ રીતે આ ‘બ્રિક’ની પહેલી શિખર બેઠક જુન, 2009માં રશિયામાં મળી હતી. એ પછી, સાઉથ આફ્રિકાનો પણ આ ગ્રુપમાં ઉમેરો કરાયો હતો અને એ રીતે વિસ્તરણ પછી તે ‘બ્રિક્સ’ બન્યું હતું. ત્યાર બાદ ઈન્ડોનેશિયા, સાઉથ કોરીઆ, પાકિસ્તાન વગેરે જેવા કેટલાય દેશોએ આ નવા ગ્રુપમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ બ્રિક્સ ગ્રુપ વિશ્વના કુલ ભૌગોલિક વિસ્તારનો 27 ટકાથી વધુ હિસ્સો આવરી લે છે, તો એ દેશોમાં કુલ વૈશ્વિક વસ્તીનો 41 ટકા હિસ્સો વસે છે. આ બ્રિક્સ ગ્રુપની તાકાત 18.6 ટ્રિલિયન અમેરિકન ડોલર્સના જીડીપીની (વૈશ્વિક હિસ્સાનો 23.2 ટકા), 40.55 ટ્રિલિયન અમેરિકન ડોલર્સનો જીડીપી (પીપીપી) તેમજ 4.46 ટ્રિલિયન અમેરિકન ડોલર્સના મૂલ્યના જંગી ફોરેન એક્સચેન્જ રીઝર્વ્ઝની છે, જે મુખ્યત્ત્વે ચીનને આભારી છે. આ જંગી આંકડાઓના પગલે, વિશ્વને બ્રિક્સની ગંભીરપણે નોંધ લેવાની ફરજ પડે છે.
આ બ્રિક્સ ગ્રુપનો મૂળભૂત ધ્યેય “નાણાંકિય સંસ્થાઓમાં સુધારા લાવવા અને વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ વધુ બહેતર બનાવવાનો છે,” જેના પગલે, બ્રિક્સ દ્વારા થોડા સમયમાં જ આઈએમએફ તથા વર્લ્ડ બેંકની પશ્ચિમી વર્ચસ્વથી પ્રભાવિત તથા અસંતુલિત, એક પક્ષી કાર્યપદ્ધતિ વિષે ચિંતા વ્યકત કરવામાં આવી હતી. ભૂમિકામાં એક મહત્ત્વના, વિરૂદ્ધની દિશાના પરિવર્તન દ્વારા વિકાસશીલ અને ઋણ લેતા દેશોમાંના રાષ્ટ્રો એવા બ્રિક દ્વારા 2012માં આઈએમએફની ધિરાણ આપવાની શક્તિ વધુ મજબૂત બનાવવા 75 બિલિયન અમેરિકન ડોલર્સના રોકાણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ હતી.
દર્દનાક રીતે ધીમી ગતિએ આગેકદમની ટીકા વચ્ચે, બ્રિક્સે 2014માં પોતાની આગવી બેંકની સ્થાપનાનો નિર્ણય લીધો હતો, જે ન્યૂ ડેવલપમેન્ટ બેંક તરીકે ઓળખાવાની છે. તેમાં પ્રારંભિક મૂડી તરીકે દરેક સભ્ય દેશ 10 બિલિયન અમેરિકન ડોલર્સનું રોકાણ (પછીના તબક્કે તે વધારીને બમણું કરાશે) કરી રહ્યો છે. આ બેંક વિવિધ દેશોમાં વિકાસલક્ષી યોજનાઓ માટે લોન પુરી પાડે છે. બ્રિક્સ દ્વારા 2014માં એક કરાર હેઠળ તાકિદના અનામત ભંડોળીની સ્થાપના કરવાનો પણ નિર્ણય લેવાયો હતો, જે મુજબ ગ્રુપના સભ્ય દેશો ટુંકા ગાળા માટે બેલેન્સ ઓફ પેમેન્ટ (આંતરરાષ્ટ્રીય વેપારમાં ચૂકવણીની સમતુલા) ની કટોકટીમાં હોય તો તેમના માટે પ્રવાહિતાની ખાતરી આપી શકાય. 100 બિલિયન અમેરિકન ડોલર્સની મૂડીનો આ માટે વાયદો કરાયો છે. આ વ્યવસ્થા માટે કરાયેલી 100 બિલિયન ડોલર્સની મૂડી કટોકટીની સ્થિતિમાં બ્રિક્સ ફાયનાન્સિયલ સ્ટેબિલિટીની બાહેંધરી બની રહેશે. સભ્ય દેશો કોમ્યુનિકેશન્સ તથા ઈન્ફર્મેશન ટેકનોલોજીઝ, કસ્ટમ્સ અને કરવેરાના દર, હવામાનના પરિવર્તન તેમજ પ્રદૂષણ નિયંત્રણ, ત્રાસવાદનો મુકાબલો, આરોગ્ય તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી તથા ઉર્જાના ક્ષેત્રે સંશોધન અને વિકાસ, અમેરિકા દ્વારા લાદવામાં આવતા પ્રતિબંધોમાંથી માર્ગ કાઢવા સ્વિફટને પડકારતી અલાયદી ફંડ ટ્રાન્સફર પ્રણાલી વગેરે માટે પણ સમજુતીઓ/કરારો કરવાની દિશામાં પ્રયાસો કરી રહ્યા છે.