ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બ્રહ્મપુત્ર નદીમાં ડૂબવાથી ચાર કિશોરોના મોત

અસમઃ મિત્રો સાથે નદીમાં નહાવા ગયેલા ચાર કિશોરોનું નદીમાં ડૂબવાથી મૃત્યુ થયુ છે. એસડીએફની ટીમ અને પોલીસે આ ઘટનામાં આઠ લોકોના રેસક્યુ કરી તેમના જીવ બચાવી લીધા છે.

By

Published : Sep 9, 2019, 10:30 AM IST

boys-drowned

અસમમાં સુનસાલી વિસ્તારમાં બ્રહ્મપુત્ર નદીમાં ચાર કિશોરોનું ડૂબી જવાથી મોત થયુ છે. જ્યારે આઠ અન્ય લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. પોલીસે આ જાણકારી આપતા કહ્યું કે કિશોરોની ઉંમર 12થી 14 વર્ષ હતી અને તેઓ સાથે નહાવા માટે નદીએ પહોંચ્યા હતા. દરમિયાન આ દુર્ઘટના બની છે.

પોલીસ અને એસડીઆરએફની ટીમે આ દુર્ઘટનામાં 8 લોકોનો જીવ બચાવી લીધો છે.

ABOUT THE AUTHOR

...view details