રાજસ્થાન: રાજસ્થાન-ગુજરાત સરહદ પર પોલીસે બંદોબસ્ત વધારી દીધો છે. રાજસ્થાનથી જતા દરેક વાહનોનું સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે અને પૂછપરછ કરીને વાહનોને આગળ જવા દેવામાં આવી રહ્યાં છે. રાજસ્થાનથી ગુજરાત આવતા વાહનોની પણ તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યમાં કોરોનાની વધી રહેલી મહામારીને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રાજસ્થાન-ગુજરાત બોર્ડર પર નાકાબંધી કરવામાં આવી, વાહનોની સઘન તપાસ - Rajasthan news
રાજસ્થાન-ગુજરાત સરહદ પર પોલીસે બંદોબસ્ત વધારી દીધો છે. રાજસ્થાનથી જતા દરેક વાહનોનું સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે અને પૂછપરછ કરીને વાહનોને આગળ જવા દેવામાં આવી રહ્યાં છે. રાજસ્થાનથી ગુજરાત આવતા વાહનોની પણ તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યમાં કોરોનાની વધી રહેલી મહામારીને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રાજસ્થાન સરકાર દ્વારા કોરોનાને લઈને બોર્ડર પર કરવામાં આવેલી નાકાબંધી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. શું પોલીસ દ્વારા કરવામાં આવેલી નાકાબંધી યોગ્ય છે? કારણકે, ઘટના સ્થળે સ્વાસ્થ્ય વિભાગની કોઈ ટીમ હાજર નથી. આવામાં જો કોરોનાને લઈને આ નાકાબંધી કરવામાં આવી હોય તો તે કેટલી યોગ્ય છે? આ ઉપરાંત જો રાજસ્થાનમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે તો, રાજ્યથી બહાર જતા લોકોની તલાશી કરવી જોઈએ કે પછી રાજ્યમાં પ્રવેશ કરતા લોકોની? આ ઘટાના પણ રાજ્ય સરકારના નિર્ણય પર પ્રશ્નો ઉભા કરે છે.
હવે આ નાકાબંધી શું કામ કરવામાં આવી છે એ તો ગહેલોત સરકાર જ જાણે. આ નાકાબંધી રાજસ્થાનમાં કોરોના અટકાવવા માટે છે કે પછી પોતોના ધારાસભ્યો બચાવવા માટે એ તો સમય જ બતાવશે.