પૂર્વ અફઘાનિસ્તાનની એક મસ્જિદમાં શુક્રવારે બોમ્બ વિસ્ફોટોમાં 62 નમાઝીઓનાં મોત નીપજ્યા હતા, અને 100 કરતાં વધુ લોકો ઘાયલ થયા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, શુક્રવારે મોટી સંખ્યામાં નમાઝીઓ નમાઝ પઢવા મસ્જિદ આવ્યા હતા, ત્યારે નમાઝ સમયે જ બ્લાસ્ટ થયો હતો. નાંગરહાર પ્રાંતના રાજ્યપાલના પ્રવક્તા અતાઉલ્લાહ ખોગ્યાનીએ જણાવ્યું હતું કે, હસ્કા મૈના જિલ્લાના જાવા દારા વિસ્તારની મસ્જિદની અંદર અનેક વિસ્ફોટ થયાં હતાં.
મસ્જિદ વિસ્ફોટમાં 62ના મોત, 100થી વધુ ઘાયલ - bomb blast in afghanistan
અફઘાનિસ્તાન: પૂર્વ અફઘાનિસ્તાનની એક મસ્જિદમાં એકાએક ધડાકો થયો હતો. મૌલાના ધાર્મિક સંદેશો આપી રહ્યા હતાં ત્યારે આ ધડાકો થયો હતો. મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં 62 લોકોનાં મોત અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે.
blast in afghanistan
બ્લાસ્ટમાં મસ્જિદની છત સંપૂર્ણ રીતે ધરાશાયી થઈ ગઈ હતી. નાંગરરરની પ્રાંતીય સમિતિના સભ્ય સોહરાબ કાદરીએ જણાવ્યું હતું કે, ઘાયલ થયેલાની સંખ્યા વધુ છે, જેમાંથી ઘણાની હાલત ગંભીર છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધવાની સંભાવના છે. મસ્જિદ સંપૂર્ણપણે નાશ પામી છે.