માત્ર ટિક ટૉક જ નહીં ગુગલ સર્ચ ઉપર પણ સોનાલી ફોગાટ લોકપ્રિય થઈ હતી. હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટર, પૂર્વ મુખ્યપ્રધાન ભુપેન્દ્રસિંહ હુડ્ડા કરતા પણ લોકોએ સોનાલીને વધુ સર્ચ કરી હતી. માત્ર ટિક ટૉક પર જ સોનાલીના 1 લાખ કરતાં પણ વધુ ફોલોવર્સ છે.
મતદારો પર ન ચાલ્યો ટિક ટૉક સ્ટાર સોનાલી ફોગાટનો જાદુ: હરિયાણાની આદમપુર બેઠક પર થઈ હાર - haryana assembly elction result
ન્યુઝ ડેસ્ક: સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ ટિક ટૉક સ્ટાર સોનાલી ફોગાટને ભાજપે ટિકિટ આપી હતી. હરિયાણા વિધાનસભાની આદમપુર બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર કુલદીપ બિશ્નોઈ સામે તે ચૂંટણી લડી રહી હતી. ટિક ટૉક પર પોતાનો જાદુ ચલાવનાર સોનાલીનો જાદુ મતદારોએ નકારી દીધો છે. સોનાલીની આ બેઠક પર કારમી હાર થઈ છે.
સોનાલી છેલ્લા કેટલાક વર્ષોથી બીજેપી માટે કામ કરી રહી હતી. તે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોર્ચાની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ છે. તે મહિલા મોર્ચાની જનજાતિ વિંગની દિલ્હી, ચંડીગઢ, અને હરિયાણાની પ્રભારી રહી ચૂકી છે. આ
ઉપરાંત તે ભારતીય જનતા પાર્ટીની વર્કીંગ કમિટિની પણ સભ્ય છે. તે ઝારખંડ અને મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારમાં કામ કરી ચૂકી છે.
હરિયાણા વિધાનસભાની આદમપુર બેઠક પર ભાજપે તેને મેદાનમાં ઉતારી હતી. પરંતુ, તે મતદારોને રિઝવવામાં નિષ્ફળ થઈ છે. આ બેઠક પર તેનો કારમો પરાજય થયો છે. ટિક ટૉક સ્ટાર પર બાજી લગાવવાનું ભાજપને ભારે પડ્યુ છે.