દિલ્હી ભાજપના મુખ્ય કાર્યાલયમાં ચાલું પ્રેસ કોન્ફરંસ દરમિયાન બૂટ ફેંક્યું - press conference
ન્યૂઝ ડેસ્ક: દિલ્હી ભાજપના મુખ્યાલયમાં પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવ સાધ્વી પ્રજ્ઞાને લઈ એક પ્રેસ કોન્ફરંસ કરી રહ્યા હતા, જ્યાં તેમના પર એક શખ્સે બૂટનો છૂટ્ટો ઘા કર્યો હતો.
એક બાજું દેશમાં હાલ મતદાન ચાલું છે ત્યારે દિલ્હી ભાજપના મુખ્યાલયમાં ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવ એક પ્રેસ કોન્ફરંસ કરી રહ્યા હતા, જ્યાં તેમના પર એક શખ્સે બૂટનો છૂટ્ટો ઘા કર્યો હતો. એવું જાણવા મળ્યું છે કે, પત્રકારો જ્યારે પ્રશ્ન પૂછી રહ્યા હતા ત્યારે અચાનક સાધ્વી પ્રજ્ઞા પર સલાવ પૂછવામાં આવતા ભડકેલા શખ્સે જૂતૂ ફેંક્યું હતું. હાલમાં આ વ્યક્તિની ધરપકડ કરી લીધી છે તથા શા માટે આવું કરવામાં આવ્યું. આ શખ્સ ઉત્તરપ્રદેશના કાનપુરનો શક્તિ ભાર્ગવ તરીકે ઓળખાણ થઈ ગઈ છે.