નવી દિલ્હી: કોરોના વાઈરસની મહામારી વચ્ચે ફરી એક વખત રાહુલ ગાંધીએ મોદી સરકારને આડે હાથ લીધી હતી. દેશમાં COVID-19ના કુલ કેસ 11 લાખ પાર થયા છે. રાહુલ ગાંધીએ મોદી સરકારે પર પ્રહાર કરતા કહ્યું કે, કોરોના કાળમાં મોદી સરકારની 7 મહિનાની ઉપલબ્ધિઓ ગણાવી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી સરકાર પર રાજસ્થાનની ગહલોત સરકાર પાડી ભાંગવાનો પણ આરોપ લગાવ્યો છે.
રાહુલ ગાંધીનો ફરી મોદી સરકાર પર પ્રહાર, કહ્યું- કોરોનાની લડાઈમાં લોકો 'આત્મનિર્ભર'
કોરોના વાઈરસની મહામારી વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત ભાજપ સરકારની નિંદા કરી છે.
Modi govt
રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું કે, કોરોના કાળમાં સરકારની ઉપલ્બદ્ધિ
- ફ્રેબ્રુઆરી-નમસ્તે ટ્રંપ
- માર્ચ- MPમાં સત્તા સાથે સરકાર
- એપ્રિલ- મીણબત્તી સળગાવી
- મે-સરકારની 6ઠ્ઠી વર્ષગાંઠ
- જૂન- બિહારમાં વર્ચુઅલ રેલી
- જુલાઈ-રાજસ્થાન સરકાર પાડી ભાંગવાની કોશિશ
- આ માટે દેશમાં કોરોનાની લડાઈમાં 'આત્મનિર્ભર' છે.
દેશમાં કોરોના સંક્રમણના કેસ છેલ્લા કેટલાક દિવસથી વધી રહ્યાં છે. દેશમાં COVID-19 સંક્રમિતના કુલ આંકડો 11 લાખ પાર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 40,425 નવા કેસ સામે આવ્યા છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 681 લોકોના મોત થયા છે. કુલ મૃત્યુઆંક 27,497 થયો છે.