ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કલમ 370 હટાવી, રામ મંદિર અને CAB લાગુ કર્યા બાદ મોદી સરકાર હવે... - cab

નવી દિલ્હી: ભાજપ પોતાના મુખ્ય મુદ્દાઓને ફટાફટ અમલમાં મુકવા લાગ્યું છે. સરકાર નિર્માણમાં અમુક સમયની અંદર જ મોટા ભાગના મુદ્દાઓને કાયદાકીય સ્વરુપ આપવા લાગ્યા છે. હજુ પણ અમુક એવા મુદ્દા છે, જેના પર ભાજપ બરાબરની મજબુતાઈ સાથે આગળ વધવા માગે છે. ભાજપની અંદર કૉમન સિવિલ કૉડ અને જનસંખ્યા નિયંત્રણ કાયદો લાગુ કરવાની માગ ઉઠી રહી છે. પાર્ટીનું માનવું છે કે, આ મુદ્દા પર જનતાનો સારો એવો સપોર્ટ મળશે. જાણો વિસ્તારથી ભાજપની આગામી રણનીતિ શું હશે.

pm modi latest news
pm modi latest news

By

Published : Dec 13, 2019, 1:41 PM IST

કલમ 370, રામ મંદિર અને નાગરિકતા સંશોધન બિલ જેવા મસમોટા પડાવ પાર કરી ચૂકેલી મોદી સરકારનું આગામી પગલું હવે જનસંખ્યા નિયંત્રણ કાયદો અને સમાન નાગિરક ધારો એટલે કે, સીસીસી લાગુ કરવાનું હશે.

સીએબીને સંસદના બંને સદનમાં પાસ થયા બાદ ભાજપમાં અંદર ખાને આ વિષયો પર ચર્ચા ચાલી રહી છે.

પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર ગત રવિવારે સીએબીના મુદ્દા પર ભાજપ અધ્યક્ષ અમિત શાહ પાર્ટીના અમુક નેતાઓ સાથે બેઠક કરી રહ્યા હતા. આ બેઠકમાં પાર્ટીના અમુક નેતાઓએ અમિત શાહની સામે કૉમન સિવિલ કૉડ અને જનસંખ્યા નિયંત્રણ કાયદો લાગુ કરવાની માગ રાખી હતી, તથા આ મુદ્દા પર જનતાનું સારુ એવું સમર્થન પણ મળશે તેવું પણ આશ્વાસન આપ્યું હતું.

ભાજપના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદી મોટા ભાગે પોતાની આગામી રણનીતિની ઝાંખી આપણને તેમના ભાષણમાં જોવા મળે છે. વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં સફાઈ, કાળુ નાણુ, પ્લાસ્ટિક થેલી બેન જેવી વાતો કહી હતી, બાદમાં તેના પર અમલ પણ શરુ કરી દીધો. 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પર ભાષણ આપતા મોદીએ નાના પરિવારને પણ દેશભક્તિ સાથે જોડ્યું હતું.

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, 73માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે, ઝડપથી વધતી જનસંખ્યા પર આપણે આવનારી પેઢી વિશે પણ વિચારવું જોઈએ. મર્યાદિત પરિવારથી ફક્ત પોતાનું નહી, પણ દેશનું પણ ભલુંં થાય છે. જે મર્યાદિત પરિવારના ફાયદો જાણે છે, તેને આજે સન્માનિત કરવાની જરુર છે. નાનો પરિવાર રાખનારા લોકો દેશભક્ત માફક ગણાય છે.

સૂત્રોનું કહેવું છે કે, સમાન નાગરિક ધારો જનસંઘનો એજન્ડા પણ છે, ત્યારે આવા સમયે સરકાર આ મુદ્દા પર પણ આગળ વધી શકે છે. પાર્ટીના અનેક નેતા પૂર્વે પણ આ માગ કરી ચૂક્યા છે. જો કે, આ મુદ્દે અનેક અરજી સુપ્રીમ કોર્ટમાં પણ પેન્ડીંગ પડી છે.

સૂત્રોનું કહેવું છે કે, કોર્ટમાં પડેલી અરજીઓથી કશો ફરક પડતો નથી. સરકાર ઈચ્છે તો કલમ 370ની માફક આગામી સત્રમાં આ બિલ પણ લાવી શકે છે. કલમ 370નો મુદ્દો પર કોર્ટમાં ચાલી રહ્યો હતો, પણ સરકારે સંસદના માર્ગે તેને હટાવાનો નિર્ણય લઈ લીધો. સમાન નાગિરક ધારો લાગુ થયા બાદ લગ્ન, તલ્લાક, જમીન-સંપત્તિની વહેંચણીમાં એક જ નિયમ તમામ ધર્મોને લાગુ થશે.

ABOUT THE AUTHOR

...view details