અરુણ જેટલીએ જણાવ્યું કે, તેમની પાર્ટીના પ્રચાર અભિયાનની ટૈગલાઈન "ફિર એક બાર, મોદી સરકાર" નો નારો આપ્યો છે. જે મોદીના પાંચ વર્ષના ગાળામાં થયેલા કામકાજના પર કેન્દ્રિત હશે. જેમાં રાષ્ટ્રીય સુરક્ષાના મોરચા, પ્રમાણિકતા અને અન્ય મુદ્દાઓ પર મોટા નિર્ણયો લેવાની ક્ષમતા પણ સામેલ છે.
BJPએ "ફિર એક બાર, મોદી સરકાર" નો નારો આપ્યો, કાલે કરશે ઘોષણાપત્ર જાહેર
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના એક વરિષ્ઠ નેતા અરુણ જેટલીએ લોકસભા ચૂંટણી માટે પાર્ટીની પ્રચાર થીમ જાહેર કરી છે. સોમવારે એટલે કે આવતી કાલે ભાજપ ઘોષણાપત્ર જાહેર કરશે.
કેન્દ્રિય પ્રધાન જેટલીએ વધુમાં કહ્યું કે, આ વચનો ભવિષ્ય માટે નથી. કારણ કે સરકારે પોતાના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન તે વચનોને પુરા કર્યા છે. તેમણે ઉમેર્યુ કે, આ ચૂંટણીમાં પ્રજા પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ' એકતાપુર્ણ અને પારખેલી સરકાર' અને 'અરાજકતા અને મહામિલાવટી' વિપક્ષને પસંદ કરવાનો વિકલ્પ રહેશે. વિપક્ષ પર તીખો હુમલો કરતા તેમણે કહ્યું કે, લોકોને એ નક્કી કરવાનું રહેશે કે એક કેપ્ટનવાળી સરકરાને ચૂંટવી છે કે પછી 40 કેપ્ટનવાળી 11 ખેલાડીઓની ટીમને ચૂંટવી છે.