પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, પાર્ટીના મોટા માથાઓનું માનવું છે કે, હરિયાણામાં 'ઈલેક્શન મેનેજમેન્ટ'માં ક્યાંક ચૂક થઈ છે. ટિકિટના દાવેદારોની જાણકારી ભેગી કરવા માટે બનાવેલા રિપોર્ટમાં યોગ્ય જણાયો નથી. જેનાથી અનેક જગ્યાએ યોગ્ય ઉમેદવારને નજરઅંદાજ કરી નબળા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.
નેતૃત્વને એવું પણ લાગે છે કે, ભાજપ સમય રહેતા ન તો દુષ્યંત ચૌટાલાની તાકાતનો અંદાજ લગાવી શકી, ન તો આંતરિક વિખવાદથી ઝઝૂમી રહેલી કોંગ્રેસના હુડ્ડાની તાકાત ઓળખી શકી.ઈલેક્શન કેમ્પેઈનમાં ભાજપ અતિ આત્મવિશ્વાસનો શિકાર બનતા, સમયની નજાકતાને જાણી પાર્ટીની રણનીતિ બદલી શકી નહીં અને જેનું પરિણામ આવ્યું સીટોનું નુકશાન.
ટિકિટ વિતરણમાં અનેક સીટ પર ધમાસાણ ચાલ્યું હતું. ચૂંટણી દરમિયાન આદમપુર, રેવાડી સહિત અનેક સીટ પર ઉમેદવારોને લઈ કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી. રેવાડીમાં તો દીનદયાલ ઉપાધ્યાયની ડાયરીના કથનને હોર્ડિંગના માધ્યમથી રજૂ કરી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
તાજેતરમાં ભાજપ સરકાર બનાવવામાં ગૂંચવાયેલી છે. રવિવારે હરિયાણામાં સરકાર બની ગયા બાદ પાર્ટીનું ફોક્સ રાજ્યાં 50 સીટો પર થયેલી હાર અને પાર્ટી બહુમત કેમ ચૂકી ગઈ તેના કારણોની સમીક્ષા કરશે. આ મામલે ભાજપે પહેલાથી પ્રદેશ પાસેથી રિપોર્ટ મગાવી લીધો છે. ભાજપ શીર્ષ નેતાઓ હરિયાણાની દરેક સીટ પર હારના કારણોની તપાસ કરવા માગે છે. જેથી આગળ જતાં કોઈ ભૂલ ન થાય.
હકીકતમાં જોઈએ તો, ભાજપનું માનવું હતું કે, 2014ની સરખામણીએ 2019ની ચૂંટણી સહેલી સાબિત થશે. 2014માં હરિયાણામાં વિધાનસભા ચૂંટણી જીતવા અનેકગણી મુશ્કેલ હતી. કેમ કે, ત્યારે ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા છીનવવી પડી હતી. પણ આ વખતે તો રાજ્ય અને કેન્દ્ર બંને જગ્યાએ ભાજપની સત્તા હોવા છતાં હરિયાણામાં ભાજપ માટે સીટો ઓછી થવી સ્વાભાવિકપણે ચિંતાનો વિષય છે. મનોહર લાલ ખટ્ટર સરકારની સામે કોઈ એન્ટી ઈંન્કબેંસી પણ નહોતી, તેમ છતાં પણ હરિયાણામાં પાંચ મહિના પહેલા જ થયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ 10 સીટ પર કબ્જો કરી લીધો હતો.
2014માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 47 સીટ જીતી પહેલી વાર બહુમતવાળી સરકાર બનાવી હતી. ત્યારે પાર્ટીએ બિન જાટ ચહેરાને ઉતારી મનોહરલાલ ખટ્ટરને મુખ્યપ્રધાન તરીકે પસંદ કરી સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા.આ વખતે ભાજપને બહુમતથી 6 સીટ ઓછી એટલે કે, 40 સીટ આવી છે. જ્યારે ભાજપે પ્રચાર દરમિયાન તો 90માંથી 75 પ્લસનો લક્ષ્યાંક આપ્યો હતો. બહુમતથી દૂર રહેતા ભાજપને આ વખતે નાછૂટકે પણ જેજેપીનો સાથે લઈ સરકાર બનાવી પડી છે.