ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહારમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષનો રિપોર્ટ કોરોના પોઝિટિવ - રાજનીતીક અને ગૈર-રાજનીતાક લોકોની ચિંતા વધી ગઇ

બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ડો. સંજય જયસ્વાલને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સાથે તેમના પત્ની મંજૂ ચૌધરી અને તેમની માતા કોરોનાના સંક્રમણમાં આવી ગયા છે. તેમના પહેલા પણ કેટલાય બીજેપી નેતાઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા..

બિહારઃ બીજેપીના પ્રદેશ આધ્યક્ષ ડો. સજય જાયસવાલને કોરોના રિપોર્ટ પોઝિટિવ

By

Published : Jul 15, 2020, 3:40 PM IST

પટનાઃ બિહારમાં કોરોના દિવસેને દિવસે વધી રહ્યો છે. બીજેપીના પ્રદેશ આધ્યક્ષ ડૉ સજય જયસ્વાલનો કરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સાથે તેમના પત્ની મંજૂ ચૌધરીઅને તેમની માતા કોરોનાના સંક્રમણમાં આવી ગયા છે. તેમના પહેલા પણ કેટલાય બીજેપી નેતાઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

સંજય જાયસદાસ તેમના સંબઘીઓની ઘરે હાલ કવોરેન્ટાઇન છે. જાયસવાલના સુરક્ષાકર્મી અને તેમના બીજા કેટલાક નજીકના લોકો પણ કોરોના આવી શકે છે. તેમના પુત્રી અને અધિકારીઓએ ઇટીવી ભારત સાથે વાતચીત કરતા તેેમણે જણાવ્યુ કે, હાલમાં તેમને ખબર નથી તેથી સુરક્ષા માટે જે પણ પગલા લેવા જોઇએ તે લેવામાં આવે.

બિહારના બીજેપી કોરોના વાઇરસના સંક્રમણ લગાતાર વધી રહ્યો છે. બિહારમાં બીજેપીમાં સોમવારે 80 નેતાઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. કેટલાય સરકારી લોકો પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જેથી તમામ રાજનીતીક અને ગૈર-રાજનીતીક લોકોની ચિંતા વધી ગઇ છે.

બીજેપી નેતાઓની બેઠકોનો દોર શરૂ છે, જેમાં ટિકીટની ચાહના રાખનારા બીજેપીના 150- 200 જેટલા નેતાઓ સમર્થમાં સામેલ છે. એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ પછી ભાજપના ઘણા નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી શકશે.

ABOUT THE AUTHOR

...view details