ભાજપના સ્ટાર પ્રચારકની ફૌજ
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સુભાષ બરાલાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હરિયાણાની વિધાનસભા ચૂંટણી વડાપ્રધાન મોદી અને રાજ્યના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરને આગળ રાખી લડાશે. સ્ટાર પ્રચારકોમાં જોઈએ તો વડાપ્રધાન મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, રાજનાથ સિંહ, કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા જેવા વરિષ્ઠ નેતાઓ 8 ઓક્ટોબર બાદ રાજ્યમાં પ્રચારનો ધમધમાટ શરૂ કરશે.
હરિયાણા ચૂંટણી: ભાજપનો રોડમેપ તૈયાર, અનેક સ્ટાર પ્રચારકો હરિયાણામાં ધામા નાખશે - સ્ટાર પ્રચારકોની આખી ફૌજ
જીંદ: જ્યારથી હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ છે, ત્યારથી રાજ્યમાં રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. દરેક પાર્ટી પોત-પોતાની રીતે અલગ પ્રકારની રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. રાજ્યની સત્તાધારી ભાજપ પાર્ટી પણ કોઈનાથી ઓછી ઉતરવા માગતી નથી. ભાજપે રાજ્યમાં ફરી એક વાર સત્તાના શિખરે બિરાજવા માટે થઈ સ્ટાર પ્રચારકોની આખી ફૌજ ઉતારવા થનગની રહ્યા છે. ભાજપે અહીં 90 સીટમાંથી 75 સીટ જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
2014માં ભાજપને મળી હતી 47 સીટ
આપને જણાવી દઈએ કે, 2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 47 સીટ મળી હતી. ભાજપ અહીં પોતાના દમ પર સરકાર બનાવવામાં સફળ રહી હતી. આ વખતે પણ ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે સત્તા પર આવવાના દાવા કરી રહી છે.
ખાસ વાત તો એ છે કે, વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય પહેલા જ વડાપ્રધાન મોદી હરિયાણામાં ઘણી વખત આવી ચૂક્યા છે.રોહતકમાં વડાપ્રધાન મોદી અનેક રેલીઓને સંબોધન કરી ચૂક્યા છે. હવે મુખ્યપ્રધાન સહિત તાજેતરમાં જોડાયેલા નેતાઓ સાથે મળી રાજ્યમાં પ્રચાર કરશે.