નવી દીલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુરુવારે કોરોના વાઇરસ સંક્રમણના લક્ષણ હોવાને કારણે સંબિત પાત્રાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રામાં કોરોના પોઝિટિવના લક્ષણો જણાયા, હોસ્પિટલમાં દાખલ કરાયા - મેદંતા હોસ્પિટલ
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુરુવારે કોરોના વાઇરસ સંક્રમણના લક્ષણ હોવાને કારણે સંબિત પાત્રાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાને શંકાસ્પદ કોરોના, હોસ્પિટલમાં ખસેડાયા
હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે ગુરુવારે તેમને ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે સંબિત પાત્રામાં કોવિડ-19ના લક્ષણો જોવા મળ્યા હતા.
ભારતમાં કોરોનાનો ચેપ ઝડપથી ફેલાઇ રહ્યો છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી અને ગુજરાત સહિત કેટલાક અન્ય રાજ્યોમાં કોરોનાનો ચેપ ઝડપથી ફેલાઇ રહ્યો છે. ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,58,333 સુધી પહોંચી ગઇ છે, જ્યારે કોરોનાથી દેશમાં અત્યાર સુધીમાં 4,531 દર્દીઓના મોત નિપજ્યાં છે.