પ્રચારમાં જોડાશે ધર્મેન્દ્ર ફેમિલી
હરિયાણા ચૂંટણીમાં ગુરુદાસપુરથી સાંસદ સન્ની દેઓલ અને મથુરાથી સાંસદ હેમાં માલિનીનું નામ પણ આ યાદીમાં સામેલ છે. આ બંને દિગ્ગજ નેતા બોલીવુડ સાથે સંબંધ ધરાવે છે. આ ઉપરાંત પણ ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા અનેક સ્ટાર પ્રચારકોના નામ પણ આ યાદીમાં સામેલ છે.
ચૂંટણીમાં ગાયક અને કલાકારોનો જમાવડો
ભોજપુરી ફિલ્મ કલાકાર અને દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી પણ આ યાદીમાં સામેલ છે. સાથે દિલ્હીથી સાંસદ મશહૂર ગાયક કલાકાર હંસરાજ હંસ અને ગોરખપુરથી સાંસદ, ગાયક, ભોજપુરી અને બોલીવુડ કલાકાર રવિ કિશન પણ સામેલ છે.