આપને જણાવી દઈએ કે, હરિયાણામાં વિધાનસભાની 90 બેઠકો પર આગામી 21 ઓગસ્ટના રોજ મતદાન થવાનું છે. સત્તાધારી ભાજપ અહીં ફરી એક વાર સત્તાના સિંહાસને બિરાજવા થનગની રહ્યું છે. અગાઉ 78 અને હવે 12 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.
હરિયાણા ચૂંટણી: ભાજપે જાહેર કરી અંતિમ યાદી, 12 ઉમેદવારના નામ પર મહોર - વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ હરિયાણામાં વિધાનસભાની આગામી ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભાજપે જાહેર કરેલી આ યાદી અંતિમ તબક્કાની છે. અગાઉની યાદીમાં 78 ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા.
haryana assembly election
અહીં મહત્ત્વનું છે કે, હરિયાણામાં વિધાનસભાનો કાર્યકાળ 2 નવેમ્બરના રોજ પૂર્ણ થાય છે. ત્યાર બાદ નવી સરકારનું ગઠન થશે.