જ્યારથી રાહુલે આ સીટની જાહેરાત કરી ત્યારથી વાયનાડ ચર્ચામાં છે
ઉત્તરી કેરળના વાયનાડ લોકસભા વિસ્તારમાંથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ વખતે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જ્યારથી આ વિસ્તારની જાહેરાત કરી છે ત્યારે આ પહાડી વિસ્તાર ચર્ચામાં આવી ગયો છે. આપને જણાવી દઈએ કે, રાહુલ ગાંધી અમેઠી ઉપરાંત વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડશે.
વાયનાડ સીટ પર રાહુલ ગાંધીને ટક્કર આપવા ભાજપે નામ કર્યું જાહેર, જાણો કોણ છે આ ધુરંધર - lok sabha election
નવી દિલ્હી: કેરળના વાયનાડ લોકસભા સીટ પરથી ભાજપે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ટ્વીટ કરી કહ્યું કે, તુષાર વેલ્લાપલ્લીને વાયનાડથી ઉમેદવાર બનાવ્યા છે. તુષાર વેલ્લાપલી NDAના ઉમેદવાર હશે. તેઓ ભારત ધર્મ સેનાના અધ્યક્ષ છે. વાયનાડ બેઠક પરથી રાહુલ ગાંધી પણ ચૂંટણી લડી રહ્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી
વાયનાડ વિસ્તારનું મહત્ત્વ અને ખાસિયત
વાયનાડ વિસ્તાર ખેતીપ્રધાન વિસ્તાર છે તથા અહીં ચા, કોફી તથા કાળી મર્ચી અને ઈલાયચી મુખ્ય પાક છે. ગુફાઓ, દર્શનીય અને રમણીય ઝરણાંને કારણે પર્યટકોમાં ખાસ ચર્ચામાં રહેતો આ વિસ્તાર છે. આ વિસ્તાર ટ્રેકીંગ માટે પણ ખાસ લોકપ્રિય છે.
આ વિસ્તારમાં મતદારોની સંખ્યા 1325788 છે. અહીં આ વિસ્તારમાં SC અને ST ના મતદારોની પણ સારી એવી સંખ્યા છે.