ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જો 2019માં મોદી સરકાર આવશે તો... - bjp for 2019

ન્યૂઝ ડેસ્ક: આગામી લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપે પોતાનું વિઝન રજૂ કરી દીધું છે. ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરાને 'સંકલ્પ પત્ર' નામ આપ્યું છે.જેના કવર પેજ પર વડાપ્રધાન મોદીની તસ્વીર લગાવેલી છે. ભાજપનો આ સંકલ્પ પત્ર ગૃહમંત્રી રાજનાથ સિંહ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.

જો 2019માં મોદી સરકાર આવશે તો

By

Published : Apr 8, 2019, 1:12 PM IST

તો આવો જાણીએ શું છે આ સંકલ્પ પત્રમાં મહત્ત્વની વાતો...

  1. રામ મંદિર પર સંભાવનાઓને ચકાસી, સૌહાર્દપૂર્ણ વાતાવરણ બનાવીશું, મંદીર નિર્માણ માટે પ્રયત્નો યથાવત
  2. ટ્રિપલ તલાક વિરુદ્ધ મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવશે.
  3. જમ્મુ કાશ્મીરમાંથી ધારા 35-A હટાવાનો પ્રયાસ કરશે.
  4. સમગ્ર દેશમાં એક સાથે લોકસભા અને રાજ્યોની ચૂંટણી થાય તે માટે પ્રયત્ન થશે.
  5. રાષ્ટ્રીય વ્યાપાર આયોગ બનાવાશે. દેશમાં 60 વર્ષ બાદ નાના દુકાનદારોને પેંશન સુવિધા આપવામાં આવશે.
  6. આતંકવાદી વિરુદ્ધ ફ્રિ હેન્ડની નીતિ અપનાવામાં આવશે.
  7. આયુષ્યમાન ભારતના 1.5 લાખ હેલ્થ કેર અને અવેરનેસ સેંટર ખોલવામાં આવશે.
  8. તમામ ખેડૂતોને 6 હજાર રૂપિયા આપવામાં આવશે.
  9. પ્રત્યેક પરિવારને પાક્કુ ઘર, વધુમાં વધું ઘરને ગેસ કનેક્શન
  10. દરેક ઘરમાં વિજળીની સુવિધા
  11. 2022 સુધી તમામ રેલ્વે ટ્રેકને બ્રોડ ગેજમાં પરિવર્તન કરવામાં આવશે.
  12. લૉ સંસ્થાઓમાં સીટોની સંખ્યા વધારવામાં આવશે.
  13. એન્જિનિયરીંગ કોલેજોમાં સીટોની સંખ્યા વધારવામાં આવશે.
  14. આઝાદીના 75 વર્ષ અંતર્ગત 75 લક્ષ્યાંક નક્કી કરાયા.
  15. કૃષિ સિંચાઈ અંતર્ગત તમામ સિંચાઈ યોજના પૂરી કરવાનો લક્ષ્યાંક
  16. 1થી 5 વર્ષ માટે શૂન્ય વ્યાજદરે એક લાખની લોન
  17. ક્ષેત્રિય અસંતુલન ખતમ કરવા સંપૂર્ણ પ્રયત્નો કરાશે.
  18. ખેડૂતો માટે આગામી પાંચ વર્ષમાં 25 લાખ કરોડનું બજેટ હશે.
  19. 1 લાખ સુધી જે ક્રેડિટ કાર્ડ મળે છે તેના પર પાંચ વર્ષ સુધી વ્યાજ નહી લાગે.
  20. આતંકવાદ તથા ઉગ્રવાદ વિરુદ્ધ ઝીરો ટોલરેન્સની નીતિ અપનાવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details