- જનતાને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે,
- નોર્થ ઈસ્ટના વિકાસ કાર્યોને જોઈને તમે વોટ આપો.
- પુલવામામાં આંતકીઓએ કાયરતાનું કૃત્ય કર્યું છે.
- સુરક્ષા દળોનું બલિદાન વ્થર્થ નહીં જાય.
- આંતકવાદને જડબાતોડ જવાબ મળશે.
- 2700 ગામને વિજળી મળી છે, અમારી સરકારે ગામે ગામ વિજળી પહોંચાડાનું કામ કર્યું
- દરેક ગરીબની પાંચ લાખની સારવારનો ખર્ચ મોદી સરકાર ઉપાડે છે.
- 2 લાખ સુધીનો ખર્ચ આસામ સરકાર ઉપાડે છે.
- આસામમાં ચાની ખેતી કરતા લોકોને મીઠું આપવાની પ્રથા હતી.
- ચા અને ચોખા આપવાનું કામ BJP સરકારે કર્યું છે.
- અમે ચાની ખેતી કરનારાઓ માટે મોટી યોજના લઈને આવ્યા છીએ.
- સમગ્ર નોર્થ ઈસ્ટની અંદર, માતાઓને મેટીનીટિવ લીવ દરમિયાન રજા નહતી મળતી,
- BJP સરકારે 6 મહિના રજા અને 12 હજાર રુપિયા આપવાનું કામ કર્યું છે.
- ખેડૂતોને છ હજાર રૂપિયા આપવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
- 55 વર્ષ સુધી કોંગ્રેસે નોર્થ ઈસ્ટના વિકાસ માટે કંઈ જ નથી કર્યું.
- મોદી સરકારે 5 વર્ષમાં નોર્થ ઈસ્ટ અને આસામને રેલવે, રસ્તા, હવાઈ જહાજ સાથે જોડવાનું કામ કર્યું છે.
#Pulwama: અમિત શાહ બોલ્યાં- 'શહીદોનું બલિદાન વ્યર્થ નહીં જાય' - crpf
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી-2019ને ધ્યાનમાં રાખીને BJPએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. BJP અધ્યક્ષ અમિત શાહ આસામના પ્રવાસે છે. અમિત શાહે કહ્યું કે, પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ, શહીદોનું બલિદાન વ્યર્થ નહીં જાય.