પૂર્વ ત્રિપુરાના સાંસદ રેબતી કુમારે કહ્યું કે, તેમણે પાંચ દિવસ પહેલા NlFTનો પત્ર મળ્યો હતો, જેમાં તેમણે સંસદમાં CABના સમર્થનમાં વોટ આપ્યો તો, ગંભીર પરિણામ ભોગવવા પડશે. તેવી ચેતવણી આપવામાં આવી હતી.
રેબતી કુમારે મીડિયાને કહ્યું કે, તેમણે મને ધમકી આપતા કહ્યું કે, જો સંસદમાં CABના સમર્થમાં વોટ આપ્યો તો, રાજ્યના આદિવાસીઓના મુદ્દાઓની સાથે વિશ્વાસઘાત કર્યો છે. હું એક પાર્ટીનો સાંસદ છું. જેને CAB(નાગરિકતા સંશોધન બિલ)ના સમર્થનમાં મતદાન કરવા માટે વ્હિપ જાહેર કર્યું હતું. બધાને ખબર છે કે, વ્હિપનું ઉલ્લંઘન કરવાનું પરિણામ શું હોય છે.