ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હૈદરાબાદ: તણાવને ધ્યાને રાખતા ભાજપ ધારાસભ્યની ધરપકડ - mla

ન્યૂઝ ડેસ્ક: રવિવારે તેલંગણામાં ભાજપના ધારાસભ્ય રાજા સિંહને હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી છે. શહેર તણાવ અને પથ્થરમારાને લઈ તેમની ધરપકડ કરવામાં આવી છે.

file

By

Published : May 6, 2019, 2:23 PM IST

શહેરના અંબરપેટ વિસ્તારમાં તણાવ જેવા માહોલ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ગ્રેટર હૈદરાબાદ નગર નિગમે અંબરપેટમાં રસ્તો પહોંળો કરવાને લઈ દબાણ હટાવાનો આદેશ આપ્યો હતો, પણ અમુક લોકોને તેને લઈ વાંધો ઉઠાવ્યો હતો.

આ મામલે પહેલા તો બરાબરની રકઝક થઈ હતી, બાદમાં બંને સમૂહમાં સામસામે ઝડપ થઈ હતી. ત્યાર બાદ પથ્થરમારો શરૂ કર્યો હતો.

ભીડને કાબૂમાં કરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ પથ્થરમારો એટલો વધી ગયો હતો એક અમુક લોકોની સાથે સાથે એક પોલીસ જવાન પણ ઘાયલ થઈ ગયો હતો .

હાલ પોલીસે સમગ્ર સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે.

ABOUT THE AUTHOR

...view details