નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે એરલાઈન્સ કંપની એર ઈન્ડિયાનો 100 હિસ્સો વેચવાની જાહેરાત કરી છે. ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સરકારનો એર ઈન્ડિયા વેચવાના નિર્ણય સાથે સહમત નથી. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી રાજનીતિક અને કાનૂની અડચણો પેદા થઈ શકે છે.
સુબ્રમણ્યમ સ્વામીએ આ નિર્ણયની આલોચના કરી છે. તેમજ તેમણે કહ્યું હતું કે આ મુદ્દે હાલ સંસદિય પેનલ દ્વારા ચર્ચા કરવામાં આવી રહી છે. વધુમાં તેમણે કહ્યું કે સરકરાની આ નિર્ણય પર એર ઈન્ડિયા વિનિવેશ સમિતિ દ્વારા પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. જે સમિતિના પણ એક સભ્ય છે.