આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, રાત્રે 3 આતંકવાદીઓ નૌગામ વોરિનાગ વિસ્તારમાં આવેલું મીરના ઘરમાં આંતકીઓ ઘૂસ્યા હતાં અને તેમની કારની ચાવી માંગી હતી, ત્યાર બાદ ગાડી ઉઠાવી ગયા હતા અને જતા જતાં મીરને ગોળી મારતા ગયા હતાં.
જમ્મુ કાશ્મીર: ભાજપ જીલ્લા ઉપાધ્યક્ષની ગોળી મારી હત્યા, PM મોદીએ નિંદા કરી - terror attack
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં ભાજપના જીલ્લા ઉપાધ્યક્ષ ગુલ મોહમ્મદ મીરની આતંકવાદીઓને તેમના ઘરમાં ઘૂસી ગોળી મારી હત્યા કરી નાખી છે.
આ અંગે વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરી જમ્મુ કાશ્મીર ભાજપ નેતા મોહમ્મદ મીરની હત્યાની નિંદા કરી વખોડી કાઢ્યું હતું. મોદીએ ટ્વીટમાં લખ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં પાર્ટીને મજબૂત કરતું તેમનું યોગદાન હંમેશા યાદી રહેશે. આપણા દેશમાં આવી હિંસા માટે કોઈ જગ્યા નથી. મોદીએ તેમની પરિવાર માટે સંવેદના વ્યક્ત કરી હતી.
પોલીસે વધુંમાં આગળ જણાવ્યું હતું કે, મીરને નાજૂક હાલતમાં તેમને હોસ્પિટલમાં લઈ જવાયા હતાં જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું. પોલીસે આ વિસ્તારમાં શંકાસ્પદ વ્યક્તિઓને પકડી વિસ્તારને સીલ કરી દીધો છે.