મહાત્મા ગાંધીની હત્યા કરનાર નથુરામ ગોડસેને ભાજપ નેતા સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે કથિત રીતે દેશભકત કહ્યા હતા. આ મામલે ભાજપ નેતાએ માફી માગી છે. આ પહેલા ભાજપ હાઈ કમાન્ડે તેમને સમન્સ પાઠવ્યું હતું.
ભાજપ નેતા સાધ્વી પ્રજ્ઞાએ લોકસભામાં માંગી માફી, ગોડસેને કહ્યા હતા દેશભક્ત
નવી દિલ્હીઃ ભાજપ નેતા સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે લોકસભમાં માફી માંગી લીધી છે. તેમણે કથિત રીતે નથુરામ ગોડસેને દેશભક્ત કહ્યા હતા.
શુક્રવારે લોકસભામાં સાધ્વી પ્રજ્ઞા કહ્યું કે, મારા દ્વારા સંસદમાં કરવામાં આવેલી ટીપ્પણીથી કોઈની લાગણીને કોઈ પ્રકારની ઠેસ પહોંચી હોય તો, મને એ વાતનું દુઃખ છે અને હું એ બદલ માફી માંગુ છું. પરંતુ હું એ પણ જરૂરથી કહેવા માગુ છું કે, મારા નિવેદનને ફેરવી તોળી રજુ કરવામાં આવ્યું છે. જે ટીકા યોગ્ય છે. મહાત્મા ગાંધીની દેશ સેવાનાં કાર્યો પ્રત્યે મને પુરેપુરી શ્રદ્ધા છે અને હું તેમનું સન્માન પણ કરું છું.
પ્રજ્ઞા ઠાકુરે નામ જાહેર ન થાય તેમ રાહુલ ગાંધીના ટ્વીટનો અંગે વાત કરતા કહ્યું કે, હું ગૃહનું ધ્યાન દોરવા માંગીશ કે, કોર્ટની તત્કાલીન સરકાર દ્વારા રચિત ષડયંત્ર હોવા છતાં, મને આ ગૃહના સન્માનિત સભ્ય દ્વારા જાહેરમાં આતંકવાદી કહેવાઈ હતી. મારી સામે કોઈ આરોપો સાબિત થયા નથી. ગુનો સાબિત થયા વિના મને આતંકવાદી કહેવું કાયદાની વિરુદ્ધ છે. આરોપો સાબિત થયા વગર મને આતંકવાદી કહેવું એ મારૂ એક સાંસદ, એક સાધુ અને એક સ્ત્રી તરીકે મારૂ અપમાન છે. મારા પરના આરોપો અદાલતમાં સાબિત થયા નથી. ગુનો સાબિત ન થાય ત્યા સુધી મને આતંકવાદી કહેવી એ કાયદા વિરૂદ્ધ છે.