ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતમાં નહીં, તો શું પાકિસ્તાનમાં જયશ્રી રામના નારા લાગશે: અમિત શાહ - shri ram issue

કલકત્તા: મંગળવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર આરોપ લગાવતા કહ્યું હતું કે, તેઓ રાજ્યમાં જયશ્રી રામના નારા લગાવા પર વાંધો ઉઠાવે છે.

file

By

Published : May 7, 2019, 7:25 PM IST

શાહે કહ્યું હતું કે, રામના નામનાં નારા ભારતમાં નહીં તો શું પાકિસ્તાનમાં લાગશે.

શાહે અહીં ચૂંટણી સંબંધિત એક રેલીને સંબોધન કરતા કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી રાજ્યમાં લોકતંત્ર લાવવા માટે કરવામાં આવી છે. ભાજપ અહીં 42માંથી 23થી પણ વધારે સીટો જીતશે.

તેમણે મમતા પર પ્રહારો કરતા કહ્યું કે, ભગવાન રામ ભારતની સંસ્કૃતિનો જ એક ભાગ છે. શું કોઈ તેમનું નામ લેતા રોકશે ? હું મમતા દીદીને પૂંછવા માંગું છું કે જો શ્રીરામના નારા ભારતમાં નહીં લાગે તો શું પાકિસ્તાનમાં લાગશે ?

આપને જણાવી દઈએ કે, હાલમાં મમતાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેમની ગાડી એક વિસ્તારમાં નિકળી તે દરમિયાન જયશ્રી રામના નારા લગાવતા મમતાએ ત્રણ લોકોની ધરપકડ કરાવી દીધી હતી.

ABOUT THE AUTHOR

...view details