નવી દિલ્હી: ચીન સાથે લદ્દાખમાં સરહદ વિવાદ ચાલી રહ્યો છે. ચીને સરહદ પર તોપ અને ટેંકો તૈનાત કર્યા છે.આ વચ્ચે સમાચાર મળ્યા કે ચીન સેના દ્વારા ગત રાત્રે સરહદ પર ફાઇરિંગ કરવામાં આવ્યું હતું.LAC તણાવ વચ્ચે ભારતીય જનાત પાર્ટીના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ચીન સાથે થયેલી વાતચીત પર સવાલો ઉઠાવ્યા છે.
સુબ્રમણ્યમ સ્વામીએ ચીન સાથેની વાતચીત પર ઉઠાવ્યા સવાલો
ચીન સાથે લદ્દાખમાં સરહદ વિવાદ ચાલી રહ્યો છે. ચીને સરહદ પર તોપ અને ટેંકો તૈનાત કર્યા છે. આ વચ્ચે સમાચાર મળ્યા કે ચીન સેના દ્વારા ગત રાત્રે સરહદ પર ફાઇરિંગ કરવામાં આવ્યું હતું. LAC તણાવ વચ્ચે ભારતીય જનાત પાર્ટીના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ચીન સાથે થયેલી વાતચીત પર સવાલો ઉઠાવ્યા છે. ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકર આ સમયે રશિયાની મુલાકાતે કરશે. તેવામાં સુબ્રમણ્યમ સ્વામીની માગ છે કે જયશંકરને વડાપ્રધાન મોદી પરત ભારત બોલાવે.
સુબ્રમણ્યમ સ્વામી
ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મંગળવારે ટિ્વટ કર્યું હતું કે, 'વિદેશ પ્રધાન જયશંકરને મોસ્કોમાં તેમના ચીની સમકક્ષને કેમ મળવાનું છે? ખાસ કરીને સંરક્ષણ પ્રધાનોની બેઠક બાદ હવે ફરી મળવાનો કોઇ અર્થ નથી. 5 મે 2020 થી ભારતને વિદેશ નીતિને લઈને ચીન સાથે કોઈ વિવાદ હલ કરવાની જરૂર નથી. તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ પ્રધાનને તેમની મુલાકાત રદ કરવા કહેવું જોઈએ.'