ભાજપે આપ પ્રમુખ અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવ્યો છે કે, APP પાર્ટીએ તેમની વિરુદ્ધ મતદારોને FM રેડિયોની જાહેરાતથી ભ્રમિત કરવાનો પ્રયત્ન કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ભાજપે કેજરીવાલ પર ગેરકાયદેસર ઘૂસણખોરો સાથે જોડાણના સંબંધમાં અધ્યક્ષ અમિત શાહના નિવેદનને તોડી-મરોડીને જનતા સમક્ષ જાહેર કરવાનો આરોપ મૂક્યો છે.
ભાજપે કેજરીવાલ વિરુદ્ધ ECમાં ફરિયાદ કરી દાખલ - aap
નવી દિલ્હીઃ ભાજપે AAP પ્રમુખ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી છે. ભાજપે ચૂંટણી પંચને આપની જાહેરાતોના વિષય વસ્તુની સમીક્ષા કરવા માટે અનુરોધ કર્યો છે.
અરવિંદ કેજરીવાલ
ભાજપ પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે ચૂંટણી પંચને એક ફરિયાદ પત્ર મોકલ્યો છે. આ પત્રમાં તેમણે આપના FM રેડિયોની જાહેરાત પર વિરોધ દર્શાવ્યો છે કે, રેડિયો જાહેરાતમાં દિલ્હીના મુખ્યપ્રધાનને દિલ્હીના લોકોને ઉકસાવતા સાંભળી શકીએ છીએ કે, કેન્દ્ર સરકાર દિલ્હીના લોકો પાસેથી કરોડો રૂપિયાનો કર વસૂલે છે, પરંતુ માત્ર 325 કરોડ રૂપિયા જ દિલ્હીને આપે છે. તેથી ભાજપે ચૂંટણી પંચને આ જાહેરાતની સામગ્રીની સમીક્ષા કરવાની વિનંતી કરી છે.
Last Updated : Apr 30, 2019, 11:51 AM IST