ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગૌતમ પર 'ગંભીર' આરોપ, આતિશીએ ચરિત્ર હનનનો આરોપ લગાવ્યો - derogatory pamphlet

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં એક પત્રકાર પરિષદ ચાલી રહી હતી. જેમાં નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદીયા પણ હાજર હતા. અહીં પૂર્વીય દિલ્હીથી આપના ઉમેદવાર આતિશી મીડિયાની સામે જ રડવા લાગ્યા હતાં. જેમાં આતિશીએ ગંભીર આરોપો લગાવતા રડવા લાગ્યા હતાં ત્યારે બાદ બાકીની વિગતો મનિષ સિસોદીયાએ મીડિયા સામે વાંચી સંભળાવી હતી.

spot

By

Published : May 9, 2019, 6:29 PM IST

અહીં પ્રેસ વાર્તા દરમિયાન આતિશીએ એક પત્રિકામાં જોઈ જે પણ વાત કહેવામાં આવી હતી તે પ્રમાણે જોઈએ તો આતિશીએ કહ્યું હતું કે....મારા પિતા જાટ છે, તેમણે અન્ય ધર્મની મહિલા સાથે લગ્ન કર્યા છે. બાદ આતિશીએ એક ઈસાઈ સાથે લગ્ન કર્યા જે બીફ ખાતા હતાં. જેમાં આતિશીના ચરિત્ર પર અનેક સવાલો ઊભા થાય છે. મનિષ સિસોદીયા સાથેના તેમના સંબંધોને લઈને પણ અનેક સવાલો કર્યા છે. સાથે સાથે આતિશી જ્યારે શિક્ષક હતી ત્યારે પણ તેના પર ચારિત્ર્યને લઈ સાવલો કરાયા છે.

ભાજપે આ પત્રિકા વહેંચી છે
આમ આદમી પાર્ટીનો આરોપ છે કે, ભાજપે આ પત્રિકાઓ પૂર્વીય દિલ્હી વિસ્તારમાં વહેંચતી કરી છે.કારણ કે આ પત્રિકામાં નીચે ભાજપને મત આપવાની વાત કહેવામાં આવી છે.જ્યારે મનિષ સિસોદીયા એ કહ્યું હતું કે, આતિશી મારી બહેન જેવી છે.પણ કોઈ મત માટે થઈ ને આટલી ખરાબ હદે કેમ જઈ શકે ?

આ અંગે આતિશીએ આગળ કહ્યું હતું કે, નામાંકન દરમિયાન ગૌતમ ગંભીર સાથે મળી હતી ત્યારે મેં તેમને કહ્યું હતું કે, સારા લોકોને રાજકારણમાં આવવું જોઈએ. પણ તેમની પાસેથી આવી આશા નહોતી કે તેઓ આટલી હદે નીચે જઈ તેઓ મારા વિશે આવી વાતો કરશે.જો તેઓ સાંસદ બનશે તો તેમની પાસેથી કેમ આશા રાખવી કે તેઓ મહિલાઓની સુરક્ષા કરશે.

ઈટીવી ભારત પાસે આ પત્રિકા પણ છે જો કે, અમે અહીં તેને બતાવી શકતા નથી કારણ કે, આ પત્રિકાની ભાષા એટલી હદે ખરાબ છે કે અમે અહીં આપને તે બતાવી શકતા નથી.

ABOUT THE AUTHOR

...view details