ગુજરાત

gujarat

By

Published : Nov 7, 2019, 3:00 PM IST

ETV Bharat / bharat

ભાજપ તમામ જિલ્લામાં મનાવશે સંવિધાન દિવસ, તૈયારીમાં લાગ્યો અનુસૂચિત મોર્ચો

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત મોર્ચો 25થી 30 નવેમ્બર સુધી દેશ ભરમાં સંવિધાન દિવસની ઉજવણી કરશે. આ આયોજન પાર્ટીના પ્રદેશથી લઈ જિલ્લા કાર્યાલયો પર થશે.

Constitution Day

જણાવી દઈએ કે, 26 નવેમ્બર 1949ના રોજ ભારતીય સંવિધાન સભા તરફથી સંવિધાનને અપનાવવામાં આવ્યું હતું. મોદી સરકાર તરફથી ડૉ.ભીમરાવ આંબેડકરની જયંતિ વર્ષના રુપમાં વર્ષ 2015થી 26 નવેમ્બરે સંવિધાન દિવસનું આયોજન શરુ કર્યું છે.

ભાજપ અનુસૂચિત જાતિ મોર્ચાના અધ્યક્ષ અને કૌશાંબીથી સાંસદ વિનોદ સોનકરે જણાવ્યું હતું કે, સંવિધાન દિવસના આયોજનની તૈયારી ચાલી રહી છે. પાર્ટીના કાર્યાલયોમાં તેનું આયોજન થશે. સંવિધાન દિવસે આંબેડકરના વ્યક્તિત્વ અને કર્તવ્ય પર ચર્ચા સાથે સંવિધાન પર વિચાર ગોષ્ઠીનું આયોજન છે.

વિનોદ સોનકરે જણાવ્યું હતું કે, ભાજપ આંબેડકરના રસ્તે ચાલનારી પાર્ટી છે. વંચિત લોકોના કલ્યાણ માટે વડાપ્રધાન મોદી અત્યાર સુધીમાં અનેક યોજનાઓ બનાવી ચૂક્યા છે. સંવિધાન દિવસ અંતર્ગત સંવિધાનની મૂળભૂત જાણકારી સાથે સંવિધાનના નિર્માતા ડૉ.આંબેડકરના દેશ નિર્માણમાં આપેલા યોગદાનની પરિચય કરવાનો છે. અનુસૂચિત જાતિ મોર્ચા તરફથી આ આયોજન માટે અલગ અલગ જગ્યાએ યોજના બેઠક ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details