પશ્ચિમ બંગાળઃ ભારતીય જનતા પાર્ટીએ દેવેન્દ્ર નાથની હત્યા થઈ હોવાનો દાવો કર્યો છે અને હત્યા પાછળ સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસને હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે, ગૃહમંત્રાલયે જાણી જોઈને કરાયેલી હત્યા પર નિવેદન જાહેર કરવું જોઈએ.
રાજ્યપાલ પાસે આ મામલે દખલ દેવા અપિલ
દિલીપ ઘોષના નેતૃત્વમાં ભાજપના એક પ્રતિનિધિમંડળે રાજ્યપાલ સાથે મુલાકાત કરી નેતાના મોત પર CBI તપાસની માગ કરી હતી અને કહ્યું કે, 'આ તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓ દ્વારા કરાયેલી હત્યા છે.' તૃણમૂલ પાર્ટી અમારા નેતા દેવેન્દ્ર નાથની લોકપ્રિયતાથી પરેશાન હતી. આ મામલે સત્ય બહાર લાવવા સ્વતંત્ર તપાસ થવી જોઈએ. આપ રાજ્યની કાનૂન વ્યવસ્થાઓ સારી રીતે સમજી શકો છો, જ્યાં એક ધારાસભ્ય જ સુરક્ષિત નથી.