ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભાજપ -AAP બંને પાર્ટીઓ કરી રહી છે આચાર સંહિતાનો ભંગ - Gujarat

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે દિલ્હીમાં ભાજપ તથા આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા કાર્યોને લઈ પેટ્રોલ પંપ, મેટ્રો સ્ટેશન તથા શાળાઓ પર બેનરો લગાડવામાં આવ્યા છે.

file photo

By

Published : Mar 14, 2019, 1:30 PM IST


જેને લઈ દિલ્હી પ્રદેશ કોંગ્રેસના પાંચ સભ્યોની ટીમે મુખ્ય ચૂંટણી અધિકારીએ દિલ્હીથી ફરિયાદ નોંધાવી છે. તો પાંચ સભ્યોની આ ટીમમાં પૂર્વપ્રધાન મંગત રામ સિંધલ, પૂર્વ પ્રધાન તથા પ્રવક્તા રમાકાંત ગોસ્વામી, પૂર્વ ધારાસભ્ય મતીન અહમદ, પૂર્વ ધારાસભ્ય પ્રહલાદ સિંહ સાહની તથા પ્રવક્તા જિતેન્દ્ર સિંહ કોચર સામેલ હતા.

આચાર સંહિતાનો ભંગ થઈ રહ્યો છે.
તો આ બાબતને લઈ દિલ્હી કોંગ્રેસના વરિષ્ઠ નેતા તથા પૂર્વપ્રધાન મંગત રામ સિંધલે જણાવ્યું કે, દિલ્હી પ્રદેશ કોંગ્રેસનું એક પ્રતિનિધિ મંડળએ મુખ્ય ચૂંટણી અધિકારી સાથે દિલ્હીમાં મુલાકાત કરી ભાજપ તથા આપ વિરુદ્ધ આચાર સંહિતાના ભંગ પર ફરિયાદ નોંધાવી હતી. તેમણે કહ્યું કે, ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, છતાં પણ ભાજપ તથા આપ બન્ને આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી રહ્યા છે.

કેન્દ્રીય ચૂંટણી આયોગથી કરશે શિકાયત

આ સાથે કહ્યું કે સરાકરી શાળાઓ, બસ , મેટ્રો સ્ટેશન, ક્લિનિક વગેરે જાહેર જગ્યાઓ પર વડાપ્રધાન મોદી તથા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના પોસ્ટર લગાડવામાં આવ્યા છે. જેથી આચાર સંહિતાનો ભંગ થઇ રહ્યો છે.સિંધલે કહ્યું કે મુખ્ય નિર્વાચક અધિકારી તેના પર કોઇ કાર્યવાહી નથી કરી રહ્યું. આ મામલે તેઓ મુખ્ય ચૂંટણી આયોગને ફરિયાદ કરશે.

ABOUT THE AUTHOR

...view details