- આજે દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરૂની જયંતી
- આજના દિવસની બાલ દિવસ તરીકે પણ ઉજવણી
- PM મોદી સહિત અનેક નેતાઓએ અર્પી શ્રદ્ધાંજલિ
નવી દિલ્હીઃ ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂની આજે 131 મો જન્મદિવસ છે. પંડિત નેહરૂ બાળકોની વચ્ચે 'ચાચા નેહરૂ'ના નામથી જાણીતા હતા. તેમનો બાળકો પ્રતિનો લગાવ જોઇને આજે 'બાલ દિવસ' પણ મનાવવામાં આવે છે. દેશ તેમના યોગદાનને યાદ કરીને શ્રદ્ધા-સુમન અર્પિત કરી રહ્યો છે. આ અવસરે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.
આજના દિવસની બાલ દિવસ તરીકે પણ ઉજવણી
14 નવેમ્બરની તારીખ ઇતિહાસમાં સ્વતંત્ર ભારતના વડા પ્રધાન જવાહરલાલ નેહરૂના જન્મદિવસ તરીકે દર્જ છે. આ દિવસને બાલ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.
મહત્વનું છે કે, 14 નવેમ્બર 1889 એ ઉત્તર પ્રદેશના ઇલ્હાબાદમાં (હવે પ્રયાગરાજ) જન્મેલા જવાહરલાલ નેહરૂને બાળકો સાથે ખાસ પ્રેમ હતો અને બાળકો તેમને ચાચા નેહરૂ કહીને જ બોલાવતા હતા.
વડા પ્રધાન મોદીએ અર્પી શ્રદ્ધાંજલિ