નવી દિલ્હીઃ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે નેશનલ વોર મેમોરિયલની પહેલી વર્ષગાંઠ પર શહીદોને શ્રદ્ધાંજલી અર્પી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2019માં આજના દિવસે આ યુદ્ધ સ્મારક સ્થળને રાષ્ટ્રના નામે સમર્પિત કર્યુ હતું. આ સ્મારક સ્થળને આઝાદી બાદ શહીદ જવાનોને નામ કર્યું છે.
CDS જનરલ બીપિન રાવતે મેમોરિયલ સ્મારક પર શહીદોને અર્પી શ્રદ્ધાંજલી
દિલ્હીમાં નેશનલ વોર મેમોરિયલ સ્મારક પર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બીપિન રાવતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલી અર્પી હતી.
bipin rawat
આ સ્મારક પર આઝાદી બાદ ભારતીય સેનાએ લડેલી લડાઈઓ અંગે માહિતી આપવામાં આવી છે. જેમાં 1947-48, 1962 ચીનનુ યુદ્ધ, 1965 ભારત-પાક યુદ્ધ અને 1999માં થયેલા કારગિલ યુદ્ધ અંગે જણાવવામાં આવ્યું છે. મહત્ત્વનું છે કે, આ સ્મારક સ્થળ પર હંમેશા અમર દીપક પ્રગટેલો રહે છે.