- બીકરુ કાંડ મામલે SIT નો ખુલાસો
- નવ સાથીદારોએ અરજી આઈડી પર હથિયારોને લાયસન્સ મેળવ્યા હતા
- એસઆઇટીની ટીમે કાર્યવાહી માટે પોલીસ કર્મીઓની યાદી મોકલી
કાનપુર: બીકરુ કાંડની તપાસ કરી રહેલી એસઆઇટીની ત્રણ સભ્યોની ટીમે આરોપીઓને લઈને એક મોટો ખુલાસો કર્યો છે .આ ટીમે બીકરુ કાંડમાં સંડોવાયેલા આરોપીઓના મોબાઈલ નંબરનીની તપાસ કરી છે. તપાસ દરમિયાન એસઆઇટીની ટીમ ને જાણવા મળ્યું કે બીકરું કાંડનો મૃતક કુખ્યાત અપરાધી વિકાસ દુબેના નવ સાથીદારોએ નકલી આઈડી પર હથિયારોના લાયસન્સ મેળવ્યા હતા.
એસઆઇટીની ટીમે કાર્યવાહી માટે પોલીસ કર્મીઓની યાદી મોકલી
બીકરું કાંડને લઈ એસઆઇટીએ કાર્યવાહી માટે પ્રશાસનિક અધિકારીઓ અને રાજસ્વ કર્મીઓ બાદ હવે પોલીસ કર્મીઓની યાદી જિલ્લા અને પોલીસ પ્રશાસન ને મોકલી છે. જેમાં સિપાહીથી લઇ ઇન્સ્પેક્ટર સુધીના અધિકારીઓના નામ સામેલ છે . એસઆઇટીની ટીમે પોલીસ કર્મીઓ વિરુધ્ધ કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે.23 પોલીસ કર્મીઓ વિરુધ્ધ પહેલા એડીસી ઝોન કાનપુર અને લખનઉમાં તપાસ કરવામાં આવશે, ત્યારબાદ અનુશાસનાત્મક કાર્યવાહી થશે.