ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભિવાડીમાં બિહાર નિવાસી શ્રમિકની કરાઈ હત્યા, પોલીસે હાથ ધરી તપાસ - શ્રમિકની હત્યા

ભિવાડીમાં ફૂલબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મટીલા ગામમાં શ્રમિકની હત્યા કરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જો કે, હજુ સુધી હત્યાનું કારણ સામે આવ્યું નથી.

Bihar
Bihar

By

Published : Jul 25, 2020, 7:45 AM IST

બિહારઃ ભિવાડીમાં ફૂલબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સ્ટેટ હાઈવે 25 પરના મટીલા ગામમાં એક બિહાર નિવાસી શ્રમિકની નિર્મમ હત્યા થતાં ચકચાર મચી છે. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જો કે, હજુ સુધી હત્યાનું કારણ સામે આવ્યું નથી.

શુક્રવાર મોડી રાત્રે માહિતી મળતા ફૂલબાગ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યાં લોહીથી લથપથ અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ પડ્યો હતો.

ભિવાડીમાં બિહાર નિવાસી શ્રમિકની કરાઈ હત્યા, પોલીસે હાથ ધરી તપાસ

પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર, મૃતક બિહાર નિવાસી સિપાહી મટીલામાં રહી ફેક્ટરીમાં કામ કરતાં અને બાકીના સમય લારી ચલાવતો હતો. જેની શુક્રવાર મોડી રાત્રે ગળુ દબાવીને હત્યા કરાઈ હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

આ મામલે આજુબાજુના વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. પરંતુ પોલીસને કોઈ માહિતી મળી નહોતી. સ્થાનિક લોકોની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેમણે કેટલાંક લોકોને ભાગતા જોયા હતા. જેની તપાસ ફૂલબાગ પોલીસ કરી રહી છે. હાલ, પોલીસ મૃતદેહને કબ્જે કરી પોસ્ટ મોર્ટમ માટે મોકલી તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details