પટના: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસ મામલે આજે સુશાંતસિંહ રાજપૂતના મિત્ર સિદ્ધાર્થ પીઠાણીની પૂછપરછ કરશે. આ સાથે તપાસ માટે મુંબઇ ગયેલા પટના શહેર એસપી વિનય તિવારી શુક્રવારે પરત ફર્યા છે. તેઓને મુંબઈમાં બીએમસી દ્વારા ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતાં.
સુશાંતસિંહ આત્મહત્યા કેસ: ED સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પીઠાણીની કરશે પૂછપરછ - ઇડી સિદ્ધાર્થ પીઠાણીની પૂછપરછ કરશે
સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસ માટે મુંબઇ ગયેલા પટનાના સિટી એસપી વિનય તિવારી શુક્રવારે પરત ફર્યા છે. આ દરમિયાન પટના એરપોર્ટ પર તેમણે કહ્યું કે, બીએમસીના લોકોએ અમને નહીં અમારી તપાસને ક્વોરેન્ટાઇન કરી હતી. આ સાથે આજે ED સુશાંત સિંહ રાજપૂતના મિત્ર સિદ્ધાર્થ પિઠાણીની પૂછપરછ કરશે. સંપૂર્ણ સમાચાર વાંચો...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આજે આ કેસમાં સુશાંતસિંહ રાજપૂતના મિત્ર સિદ્ધાર્થ પીઠાણીની પૂછપરછ કરશે. આ પહેલા ઇડીએ સુશાંતના ઘરના મેનેજર સેમ્યુઅલ મીરાંડા, સુશાંતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંદીપ શ્રીધર અને રિયા ચક્રવર્તીના સીએ રિતેશ શાહ ઉપરાંત આ કેસની મુખ્ય રિયાની પૂછપરછ કરી હતી.
શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રિયા ચક્રવર્તીની આઠ કલાક પૂછપરછ કરી હતી. ઇડી મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ), 2002 હેઠળ આ કેસમાં અભિનેત્રીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. એજન્સીએ રિયાને નાણાંકીય બાબતો અને સંપત્તિમાં રોકાણ વિશે પૂછપરછ કરી. છેલ્લા એક વર્ષમાં સ્વગર્સ્થ અભિનેતાના બેન્ક ખાતામાંથી આર્થિક વ્યવહારો વિશે પણ પૂછપરછ કરી હતી.