ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહાર: મહાગઠબંધને બીજા તબક્કાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણી કરી - lok sabha election

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી માટે બિહારમાં મહાગઠબંધને બેઠકો અને ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.  મહાગઠબંધનમાં બેઠકોની સમજૂતી પ્રમાણે બીજા તબક્કાની લોકસભા ચૂંટણીમાં કિશનગંજ, પૂર્ણિયા અને કટિહાર બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડશે. રાષ્ટ્રીય જનતા દળ (RJD) બાન્કા, ભાગલપુર બેઠક પર ચૂંટણી લડશે. બાન્કાથી જયપ્રકાશ યાદવ અને ભાગલપુરથી શૈલેશ કુમાર ઉમેદવારી નોંધાવશે. જો કે, કોંગ્રેસે હજી ઉમેદવારોની જાહેરાત નથી કરી.

ડિઝાઈન ફોટો

By

Published : Mar 24, 2019, 5:02 PM IST

બીજા તબક્કામાં માટેની બેઠકોની પસંદગી

  1. કિશનગંજ- કોંગ્રેસ
  2. પૂર્ણિયા-કોંગ્રેસ
  3. કટિહાર- કોંગ્રેસ
  4. બાન્કા-જયપ્રકાશ યાદવ (RJD)
  5. ભાગલપુર- શૈલેશ કુમાર (RJD)

અહીં ઉલ્લેખનીય છે કે, બિહારમાં RJD, કોંગ્રેસ, રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી- RLSP, હમ, વિકાસશીલ ઈન્સાન પાર્ટી અને CPI(M) સામેલ છે. જેમાં RJD-20, કોંગ્રેસ- 9, RLSP-5, હમ-3, VIP-3 બેઠકો પર ચૂંટણી લડશે. CPI(M)ને RJDમાંથી 1 બેઠક આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details