બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી મંગળવારે મોડી રાત્રી સુધી ચાલી હતી. જેમાં NDAને બહુમત મળ્યું છે. આ બહુમતના કારણે નીતિન 7મી વખત બિહારના મુખ્યપ્રધાન બની શકે છે.
બિહાર ચૂંટણી: NDAને મળી બહુમતી, નીતિશ બનશે 7મી વખત મુખ્યપ્રધાન
04:10 November 11
NDAને મળ્યું બહુમત
00:30 November 11
બિહાર ચૂંટણીમાં NDA બનાવી શકે સરકાર
બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA જીત તરફ આગળ વઘી રહ્યું છે. અત્યાર સુધી 203 બેઠકનું પરિણામ આવ્યું છે. જેમાં NDA બહુમત ધરાવે છે.
17:28 November 10
14:31 November 10
દરભંગાના કેવટીથી ભાજપને મળી પ્રથમ જીત
- દરભંગાના કેવટીથી ભાજપને મળી પ્રથમ જીત
- કેવટીમાં મુરારી મોહન ઝાએ જીત મેળવી
- અબ્દુલ બારી સિદ્દીકીની હાર
13:44 November 10
બિહારમાં એક કરોડ કરતા વધુ મતની ગણતરી થઇ ગઇ છે. આશીષ કુંન્દ્રા, નાયબ ચૂંટણી કમિશનર
નાયબ ચૂંટણી કમિશનર આશીષ કુંન્દ્રાએ બિહાર મત ગણતરી બાબતે જણાવ્યું હતું કે, અત્યાસુધીમાં 1 કરોડથી વધુ મતોની ગણતરી થઇ ચૂકી છે.
13:39 November 10
રાધેપુર બેઠક માટે RJD ઉમેદવાર તેજસ્વી આગળ
રાધેપુર વિધાનસભા બેઠક પર મહાગઠબંધનના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર તેજસ્વી આગળ
- તેજસ્વીને મળ્યા 17575 મત
- ભાજપ ઉમેદવારને મળ્યા 12248
- LJP ઉમેદવારને મળ્યા 5872
13:10 November 10
MP પેટા ચૂંટણી પરિણામઃ ભાજપના કાર્યકર્તામાં આનંદો
ભોપાલમાં પાર્ટીના કાર્યકર્તા અને સમર્થકો પાર્ટીના ઓફિસ પહોંચ્યા હતા અને કાર્યાલય ખાતે ઢોલ-નગારા વગાડીને ઉત્સાહ મનાવી રહ્યા હતા. મધ્ય પ્રદેશમાં અત્યાર સુધીની મતગણતરી અનુસાર 28 માંથી 19 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહી છે.
13:03 November 10
બિહારમાં અનેક બેઠકો પર 50 રાઉન્ડ સુધી થઇ શકે છે કાઉન્ટિંગ
- 20 ટકા મતોની થઇ ગણતરી- EC
- મોડી સાંજ સુધીમાં આવશે પરિણામ- EC
- બિહારમાં અનેક બેઠકો પર 50 રાઉન્ડ સુધી થઇ શકે છે કાઉન્ટિંગ
12:34 November 10
ચૂંટણી પંચ અનુસાર બિહારમાં NDA 127 બેઠક પર આગળ
ચૂંટણી પંચ અનુસાર 243 બેઠકો પર અત્યાર સુધીના રુઝાનોને આધારે NDA 127 બેઠક પર આગળ, ભાજપ 73, JDU 47 બેઠક પર આગળ, વિકાસશીલ ઇન્સાન પાર્ટી 7
12:30 November 10
મધ્ય પ્રદેશના ગ્વાલિયરથી ભાજપ આગળ
- ગ્વાલિયર વિધાનસભાથી ભાજપ આગળ
- BJP ઉમેદવાર પ્રદ્મુમન સિંહ તોમરને મળ્યા 11,791 મત
- કોંગ્રેસના ઉમેદવારને મળ્યા 8558 મત
- ભાજપ ઉમેદવાર પ્રદ્મુન સિંહ તોમર 3233 મતથી આગળ
11:56 November 10
MP: ભાજપ પ્રદેશાધ્યક્ષે મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ સાથે મુલાકાત કરી
મધ્ય પ્રદેશમાં 28 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની મતગણતરીને ધ્યાને રાખી ભાજપ પ્રદેશાધ્યક્ષે મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ સાથે મુલાકાત કરી હતી.
હાલ ભાજપ 17 બેઠકોમાં આગળ ચાલી રહી છે.
11:54 November 10
બિહાર વિધાનસભા ચૂંટણીની 243 બેઠકોમાં શરૂઆતી રુઝાનો અનુસાર NDA 119 બેઠક પર આગળ
બિહાર વિધાનસભા ચૂંટણીની 243 બેઠકોમાં શરૂઆતી રુઝાનો અનુસાર NDA 119 બેઠક પર આગળ ચાલી રહી છે. મહાગઠબંધન 100 સીટ પર આગળ ચાલી રહી છે.
11:08 November 10
ભારત ચૂંટણી પંચ અનુસાર રાધોપુર વિધાનસભા બેઠક પર RJD નેતા તેજસ્વી યાદવ આગળ ચાલી રહ્યા છે
ભારત ચૂંટણી પંચ અનુસાર રાધોપુર વિધાનસભા બેઠક પર RJD નેતા તેજસ્વી યાદવ આગળ ચાલી રહ્યા છે
11:06 November 10
મધ્ય પ્રદેશના મુરૈનાના દિમની અને અંબાહ વિધાનસભા બેઠકમાં કોંગ્રેસ આગળ
- દિમનીથી કોંગ્રેસના ઉમેદવાર રવિન્દ્રસિંહ તોમર આગળ
- અંબાહથી કોંગી ઉમેદવાર સત્યપ્રકાશ સખવાર આગળ
10:21 November 10
મધ્ય પ્રદેશ વિધાનસભા પેટા ચૂંટણી 14 બેઠક પર ભાજપ આગળ
મધ્ય પ્રદેશ વિધાનસભા પેટા ચૂંટણીમાં 28 બેઠકોમાંથી 14 બેઠક પર ભાજપ આગળ, 5 બેઠકો પર કોંગ્રેસ અને એક સીટ પર બહુજન સમાજ પાર્ટી આગળ ચાલી રહી છે.
10:20 November 10
બિહાર વિધાનસભા ચૂંટણીમાં 40 બેઠક પર RJD આગળ
બિહાર વિધાનસભા ચૂંટણીમાં 40 બેઠકો પર RJD, 35 બેઠકો પર ભાજપ, 26 બેઠકો પર JDU અને 14 બેઠકો પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે.
09:51 November 10
બિહાર વિધાનસભા ચૂંટણીઃ ચૂંટણીપંચ અનુસાર શરૂઆતી આંકડામાં ભાજપ આગળ
બિહાર વિધાનસભા ચૂંટણીમાં 21 બેઠકો પર ભાજપ, 13 બેઠકો પર RJD, 12 બેઠકો પર JDU અને 11 બેઠકો પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે.
09:45 November 10
મધ્ય પ્રદેશ પેટાચૂંટણીની મતગણતરી, શરૂઆતી રૂઝાનોમાં ભાજપ આગળ
- દેવાસના હાયપિપલ્યાથી કોંગ્રેસના ઉમેદવાર રાજવીર સિંહ બધેલ આગળ
- રાજગઢના બ્યાવરાથી નારાયણસિંહ પવાર આગળ
- મંદસૌરથી ભાજપના ઉમેદવાર હરદીપસિંહ ડંગ આગળ
- નેપાનગરથી ભાજપના ઉમેદવાર સુમિત્રા કાસ્ડેકર આગળ
- ઇન્દોરની સાંવેર વિધાનસભા વિસ્તારથી ભાજપના ઉમેદવાર તુલસી સિલાવટ આગળ
- અનૂપપુરથી ભાજપ ઉમેદવાર બિસાહૂ સિંહ આગળ
09:25 November 10
ભારત ચૂંટણી પંચ અનુસાર બિહાર વિધાનસભામાં શરૂઆતના રૂઝાન
ભારત ચૂંટણી પંચ અનુસાર બિહાર વિધાનસભાની 9 બેઠકો પર ભાજપ, 5 બેઠક પર RJD, 5 બેઠક પર JDU, 3 બેઠકો પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે
09:15 November 10
બિહાર ચૂંટણી પરિણામઃ 61 બેઠકોના રુઝાન
- NDA- 33
- મહાગઠબંધન- 23
- LJP- 2
- અન્ય- 3
09:03 November 10
બિહાર વિધાનસભા પરિણામઃ ભારત ચૂંટણી પંચ મુજબ દરભંગામાં ભાજપ આગળ
બિહાર વિધાનસભા પરિણામઃ ભારત ચૂંટણી પંચ મુજબ દરભંગામાં ભાજપ આગળ ચાલી રહી છે.
08:55 November 10
બિહારઃ પટનામાં RJD નેતા તેજસ્વી યાદવના સમર્થકો ઉમટ્યા
08:54 November 10
બિહારઃ પટનામાં RJD નેતા તેજસ્વી યાદવના સમર્થકો ઉમટ્યા
પટનામાં RJD નેતા તેજસ્વી યાદવના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. આ સિવાય અમુક સમર્થકો માછલીઓને શુભ સંકેત તરીકે લાવ્યા હતા અને લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તેજસ્વી યાદવ મોટી જીત મેળવશે.
08:29 November 10
મધ્ય પ્રદેશના અનૂપપુરમાં મતગણના શરૂ
- અનૂપપુર વિધાનસભા બેઠક પોલીટેક્નિક કોલેજમાં પોસ્ટલ બેલેટથી મતગણતરી શરૂ
- 1350 ડાક મતપત્ર તેમજ 7 ઇટીપીબીએસની ગણના શરૂ
- 18 રાઉન્ડમાં મતગણતરીના પરિણામ આવશે
08:25 November 10
બિહાર વિધાનસભાઃ 14 બેઠકના રુઝાનો સામે, 9 બેઠકો પર NDA આગળ
- 5 બેઠકો પર મહાગઠબંધન આગળ ચાલી રહી છે
- જ્યારે 9 બેઠકો પર NDA આગળ ચાલી રહી છે
08:15 November 10
બિહાર વિધાનસભાઃ 8 બેઠકો પર NDA આગળ
- મહાગઠબંધન 2 બેઠક પર આગળ
- 10 માંથી 8 બેઠકો પર NDA આગળ
08:03 November 10
બિહાર વિધાનસભાની 243 બેઠકો અને 11 રાજ્યોની 58 વિધાનસભા બેઠકો પર મતગણતરી શરૂ
બિહાર વિધાનસભાની 243 બેઠકો અને 11 રાજ્યોની 58 વિધાનસભા બેઠકો પર મતગણતરી શરૂ
07:55 November 10
મધ્ય પ્રદેશના મોરેનામાં મતગણતરી કેન્દ્ર પર પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થશે
મધ્ય પ્રદેશના મોરેનમાં પણ મતદાન ગણતરી કેન્દ્ર પર લોકોનો કાફલો પહોંચ્યો છે. તમામ કોવિડ 19 ગાઇડલાઇનનું પાલન કરવામાં આવી રહ્યું છે. આઠ વાગ્યાની સાથે જ મત ગણતરી શરૂ કરવામાં આવશે.
07:12 November 10
બિહાર ચૂંટણી પરિણામ LIVE: સૌથી ઝડપી અને સટીક પરિણામ, માત્ર ETV ભારત પર
બિહાર વિધાનસભા ચૂંટણી 2020 પરિણામઃ બિહાર વિધાનસભા ચૂંટણી 2020 ના પરિણામો માટે મતગણતરી આજે સવારે 8 વાગ્યે શરૂ થશે. બિહારના બધા જિલ્લાઓ મળીને કુલ 55 મતગણના કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. આ મતગણતરી કેન્દ્રોમાં કુલ 414 હોલ છે. EVM માં કેદ બધા ઉમેદવારોના નસીબ આજે ખુલવાના છે. ઇટીવી ભારત બિહાર ચૂંટણી પરિણામની પળે-પળની અપડેટ આપને આપતું રહેશે.
06:10 November 10
બિહાર અને મધ્ય પ્રદેશમાં ભાજપ આગળ, ETV ભારત પર સચોટ પરિણામ
બિહાર વિધાનસભા ચૂંટણી 2020 નું પરિણામ આજે જાહેર કરવામાં આવશે. પ્રદેશના 38 જિલ્લાઓમાં બનાવવામાં આવેલા 55 મતદાન કેન્દ્રો પર મતગણતરી થશે. અમારા રિપોર્ટર સતત લાઇવ રિપોર્ટિંગ કરીને તમારા સુધી સૌથી ઝડપી અને સટીક પરિણામ પહોંચાડશે. જોતા રહો પરિણામની સૌથી ઝડપી અપડેટ...
આ રાજ્યોમાં પણ જાહેર થશે પરિણામ
મધ્ય પ્રદેશ, યૂપી અને ગુજરાત ઉપરાંત કર્ણાટકમાં બે વિધાનસભા બેઠકો- બેંગ્લુરૂ શહેરી જિલ્લા સ્થિત રાજરાજેશ્વરી નગર અને તુમકુરૂ જિલ્લા સ્થિત સિરા પર મતદાન થયું હતું. આ તરફ તેલંગામાની દુબ્બાક વિધાનસભા સીટ પર વોટિંગ થયું હતું. આ ઉપરાંત મણિપુરની ચાર, ઝારખંડ, નાગાલેન્ડ, ઓડિશાની બે-બે વિધાનસભા સીટો અને છત્તીસગઢ, હરિયાણાની એક-એક બેઠક પર પેટાચૂંટણી થઇ હતી. આ બધી બેઠકો પર થયેલી પેટા ચૂંટણીના પરિણામ પણ આજે આવશે.